ભરૂચના ટંકારીયા ગામે કેનાલમાં ડૂબી જતાં 22 વર્ષીય યુવકનું મોત થતા પોલીસે કાર્યવાહી હાથધરી

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ટંકારીયા ગામે કેનાલમાં મંડપનું કપડું ધોવા માટે ગયેલા 22 વર્ષીય દશરથ શંકરભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ નજીક ટંકારીયા ગામમાં રહેતા 22 વર્ષીય દશરથ શંકરભાઈ વસાવા મંડપનું કપડું ધોવા માટે ગામ નજીક આવેલી કેનાલ ખાતે ગયા હતા.આ દરમ્યાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

બનાવની જાણ થતાં સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ, ઘટનાની જાણ પાલેજ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.આશાસ્પદ યુવકનું મોત નિપજતા પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!