ભરૂચ,
ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાઓમાં પણ સ્થાનિક કારીગરો, SHG ની બહેનો, લોકલ ઉત્પાદકો, કળા સર્જકો, નાના ઉધોગો વગેરેને પ્રોત્સાહન મળે તે માટે સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટીવલ) યોજવાનું આયોજન કરવામાં જણાવેલ છે.જેથી લોકો વધુમાં વધુ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદતા થશે અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને પણ પૂર્ણ કરી શકાય.
નગરપાલિકા કક્ષાએ તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૬ થી ૬ નવેમ્બર ૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન ભરૂચ નગર પાલિકા દ્વરા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટીવલ) યોજવાનું આયોજન સંકટ મોચન હનુમાનજી મંદિર, આયોજન ભવન ની સામે ભરૂચ ખાતે કરેલ છે.જેથી તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ શુભારંભ કાર્યક્રમ સાંજે ૫ કલાકે રાખેલ છે.ઉપરોક્ત તમામ વિગતો મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા દ્વારા આપેલ અખબારી યાદીમાં જણાવેલ છે.




