– ૧૦૦થી વધુ ઉમેદવારો પૈકી ૪૩ રોજગારવાંચ્છુ યુવાઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભારતના યશસ્ત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવા યાત્રા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા ઝઘડિયા આઈ.ટી.આઈમાં ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાંધવામાં આવ્યો હતો.
મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટપ થકી રોજગાર ભરતી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરતી મેળામાં ધોરણ ૧૦ થી લઈને ગ્રેજ્યુએટ,બી.ઈ. (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ), એમ.કોમ. અને એમ.બી.એ. (માર્કેટિંગ) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિનઅનુભવી મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો.ભરતી મેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી ૧૦ કંપનીઓ દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત ભરતી મેળામાં ઉમેદવારોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સુરક્ષિત અને કાયદેસર સૂવળાંતર, પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના, પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના તેમજ સારોજગાર માટેની લોન અને સહાય યોજનાઓ, સ્ટ્રાર્ટઅપ અને સ્ટ્રેન્યુઅપ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વ્યવસાયલક્ષી તાલીમ ઉદ્યોગસાહસિકતા વિકાસ અને ઓનલાઈન રોજગારીની તકો અંગે કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના ઉમેદવારોએ રોજગાર ભરતી મેળાનો લાભ લીધો હતો.આ રોજગાર ભરતી મેળામાં ૧૦૦પૈકી ૪૩ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી હતી.
ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સંજય ગોહિલ અને આઈ.ટી.આઈ ના આચાર્ય સહિત અન્ય મહાનુભાવો તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




