ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઈક ડિવાઈડર પરના કુંડા સાથે અથડાતાં 37 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું!

SHARE:

ભરૂચ,

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માતે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. બ્રિજના અંકલેશ્વર છેડા પાસે બાઈકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક સીધી ડિવાઈડર પર મૂકવામાં આવેલા કુંડા સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં બાઈકચાલક 37 વર્ષીય નવીનચંદ્ર પરમારને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારના રહેવાસી નવીનચંદ્ર પરમાર ઝઘડિયા ખાતે આવેલી આરતી ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા હતા.તેઓ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અંકલેશ્વર તરફના છેડે અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઈડર પર મૂકેલા કુંડા સાથે અથડાઈ હતી.અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે તેમને જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.એક તરફ રોજિંદા વાહન વ્યવહારથી ધમધમતા નર્મદા મૈયા બ્રિજ પર સર્જાયેલા આ અકસ્માતે ફરી માર્ગ સલામતીનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.એક ક્ષણની બેદરકારી કે અચાનક સર્જાયેલી પરિસ્થિતિ પરિણામે એક યુવાનનો જીવ ગયો અને પરિવાર પર આભ તૂટી પડ્યું. માર્ગ પરની દરેક ક્ષણની સાવચેતી કેટલી અનિવાર્ય છે તે આ દુઃખદ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!