ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની પરંપરા યથાવત : મુલદ નજીક મોટર સાયકલ સ્લિપ થતા ૩૫ વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મોત

SHARE:

– મોટર સાયકલ સ્લીપ થઈને ડિવાઈડર સાથે અથડાતા

ઈજાગ્રસ્ત યુવકને વડોદરા લઈ જવાયો હતો : ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત થયુ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક માંડવા ટોલ પ્લાઝાથી મુલદ ચોકડી તરફ જતા માર્ગ પર એક મોટર સાયકલ સ્લીપ થઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના રીક્ષા સ્ટેન્ડ ફળિયામાં રહેતા નરેશભાઈ દલસુખભાઈ વસાવા તા. ૩૧ ઓક્ટોબરના રોજ પોતાની મોટર સાયકલ લઈને માંડવા ટોલ પ્લાઝાથી મુલદ ચોકડી તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન મુલદ ગામ નજીક માર્ગ પર તેમની મોટર સાયકલ અચાનક સ્લીપ થઈ જતાં રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં નરેશભાઈને માથાના પાછળના ભાગે,માથાના ઉપરના ભાગે તેમજ બંને કાન ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી.બનાવની જાણ થતાં તેમને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જોકે ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

નરેશભાઈની સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન તા. ૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ રાત્રે ૮:૧૫ કલાકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના ભાઈ અલ્પેશભાઈ અરવિંદભાઈ વસાવા રહે.માંડવા તા.અંકલેશ્વર જી.ભરૂચની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા સહિતની સંબંધિત કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!