(સંજય પટેલ,જંબુસર)
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કરમાડ ગામમાં કોમ્યુનિટી હોલ સારી હાલતમાં હોવા છતાં તેને ડેમોલેશન કરી નવી પંચાયતનું મકાન બનાવવા માંગે છે તો તેને અટકાવવા તથા ગોહિલ ફળિયાના પ્રવેશમાં જે મકાનો ભાડે આપેલ છે તે મકાનોની આગળ અવર-જવરનો રસ્તો છે તે પણ દબાણ કરી મોટા મોટા ઓટલા બનાવી દીધા છે અને રસ્તો સાવ સાંકડો કરી દીધેલ છે.આ સહિત પંચાયતની ચૂંટણી આવે તો અન્ય સમાજને દબાણ કરી કાગળ પર લખાણ લખાવી ચૂંટણીમાં ઊભું રહેવું નહીં તેવું દબાણ કરે છે અને સહી કરાવે છે આ આ સમસ્યાઓને લઈ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
જંબુસર તાલુકાના કરમાળ ગામના સમસ્ત ગોહિલ સમાજના દ્વારા તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમારને આવેદનપત્ર આપવા ગ્રામજનો આવી પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઘરમાં ગામની મધ્યમાં જે કોમ્યુનિટી હોલ છે તે ખૂબ જ સારી હાલતમાં છે અને તેનો ઉપયોગ પણ હાલમાં થાય છે.આ હોલને ગામ આગેવાનો તથા સરપંચ જેને તોડી પાડી નવો હોલ બનાવવા માંગે છે જો નવો હોલ બનાવવો જ હોય તો હાલમાં જે ગ્રામ પંચાયતની જગ્યા છે તે પંચાયત બને તેના કરતાં વધુ જગ્યા છે તો તે જગ્યા પર બને તે હિતાવહ છે હાલની જે પંચાયત છે તે જગ્યા ખેતી માટે પટેલ સમાજના ખેડૂતને વાપરવા માટે આવી યોજના બનાવે છે. તથા હાલમાં જે મકાનો છે તે પંચાયતી મકાનો છે તે પણ પટેલ સમાજના નામે કરી દીધેલ છે બીજું કે ગોહિલ ફળિયાની એન્ટ્રીમાં જે મકાનો ભાડે આપેલ છે તે મકાનોની આગળ અવર-જવરનો રસ્તો છે તે પણ દબાણ કરી મોટા ઓટલા બનાવી દીધેલ છે. રસ્તો સાવ સાંકડો કરી દીધેલ છે અવરજવર માટે મુશ્કેલી પડે છે અને ગામના સરપંચ નું કહેવું છે કે પંચાયતની જગ્યા ફક્ત અમારા પટેલ સમાજ જ વાપરે બીજા કોઈથી વપરાય નહીં, સમસ્ત ગોહિલ સમાજની લાગણી અને માગણી છે કે કોમ્યુનિટી હોલને સ્થળ નિરીક્ષણ કરી ફોલ ને બચાવો તથા વધારાનો દબાણ કરી ઓટલા બનાવેલ છે તે દૂર થાય એવી માગણી કરવામાં આવી હતી. આ સહિત પંચાયતની ચૂંટણી આવે તો અન્ય સમાજને દબાણ કરી કાગળ પર લખાણ લખાવી ચૂંટણીમાં ઊભું રહેવું નહીં તેવું દબાણ કરે છે અને સહી કરાવે છે તેનો આધાર પુરાવો અરજીમાં સામેલ કરેલો છે. આપણો દેશ લોકશાહી છે દરેકને સ્વતંત્રતા આપેલી છે આમનો હેતુ ભાગલા પાડો અને રાજ કરો આ સમસ્યાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા હતા.



