જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત મહિલા સંમેલન ભરૂચના આત્મીય હોલ ખાતે મહિલા સંમેલન યોજાયું

SHARE:

ભરૂચ,

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં જન જાતીય ગૌરવ સપ્તાહ તરીકે ઉજવણીના આજે અંતિમ દિવસે ભરૂચના આત્મીય હોલ ખાતે ધારાસભ્ય દર્શિતા શાહ અને કેયુર રોકડીયાની અધ્યક્ષતામાં મહિલા શક્તિ,સમાજની પ્રગતિ અને આદિવાસી ગૌરવના સંકલ્પ સાથે મહિલા સંમેલન યોજાયું હતું.મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સંમેલનમાં મહિલાઓની શક્તિ, સશક્તિકરણ, સામાજિક જાગૃતિ અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ અને વડોદરાના સયાજી ગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાનું ભગવાન બિરસા મુંડાની તસ્વીર અને આદિવાસી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું સાથે અન્ય મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ મહિલા સંમેલનમાં પ્રાયોજના વહીવટદાર એમ.એન.ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

આ મહિલા સંમેલનમાં રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહએ ભગવાન બિરસા મુંડાના જીવનના સંઘર્ષો,ક્રાંતિકારી ચળવળ,ધરતી આબા તરીકેની ઓળખ સહિતની યાદોને યાદ કરી હતી સાથે મહિલા સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલાઓ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે તેના ઉપર પ્રકાશ પાડતા જણવ્યું હતું વ્હાલી દીકરી યોજનાથી લઈ ગંગા સ્વરૂપ યોજના સુધીની તમામ યોજનાઓ,મહિલા અનામત સહીતના લાભો હાલની સરકાર દ્વારા આપવામાં આવી રહયા છે.સાથે સાથે ભરૂચને ભાંગ્યું ભાંગ્યું ભરૂચ તરીકે નહિ પરંતુ હવે ભર્યું ભર્યું ભરૂચ લાગી રહ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.આ પ્રસંગે વડોદરાના સયાજી ગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે તેઓના યોગદાનને યાદ કર્યું હતું અને સરકાર દ્વારા ઉજવાઈ રહેલા જન જાતીય ગૌરવ સપ્તાહને બિરદાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સખી મંડળની પ્રગતિશીલ મહિલાઓ પૂનમબેન પાટીલ,મનીષાબેન વસાવા અને શારદાબેન વસાવાએ ગૃહ ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેમણે પોતાના અનુભવો અને સફળતાની વાતો રજૂ કરી અન્ય મહિલાઓને પણ સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં આઈ.એ.એસ અવધિજા ગુપ્તા,જિલ્લા પંચાયત સદસ્ય,પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર નિકુંજ સાવલા,માધવી મિસ્ત્રી તેમજ અન્ય મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!