દહેજમાં ચોકલેટની લાલચ આપી પિતાના મિત્રએ જ 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર : આરોપી 4 દિવસના રિમાન્ડ પર

SHARE:

– પરિવારજનોને જાણ થતા દહેજ પોલીસમાં પોક્સો હેઠળ ગુનો નોંધાવતા 28 વર્ષીય પરપ્રાંતિય નરાધમની અટકાયત : ભરૂચ પોક્સો કોર્ટમાં હાજર કરતા 4 દિવસના રિમાન્ડ

ભરૂચ,

દહેજ પંથકમાં 2 વર્ષીય બાળકીને ચોકલેટના બહાને ધરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતા પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી પ્રાપરાંતીય યુવકની અટકાયત કરી પોક્સો કોર્ટમાં રજુ કરતા 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો છે.જેથી તાલુકાઓમાં વિવિધ કંપનીઓ આવેલી હોય જેથી રોજગારી માટે પર પ્રાંત માંથી લોકો આવતા હોય જેથી જેથી કંપની આસપાસ મોટી સંખ્યામાં લેબર કોલોની તેમજ ગામોમાં મકાન રાખી ભાડેથી રહેતા હોય છે.ત્યારે પર પ્રાંતના લોકો એક બીજાના સંપર્ક માં આવતા મિત્રતા કેળવાતી હોય છે.ત્યારે આ મિત્રતાનો દૂર પયોગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો દહેજ પંથક માંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ પંથકમાં રવિવાર લના રોજ 2 વર્ષીય સગીરાને તેના પિતાના મિત્ર સુરેન્દ્ર ચોકલેટ આપવાના બહાને પોતાના રૂમ પર લઈ જઈ તેને હવસનો શિકાર બનાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ ઘટનાની જાણ સગીરાના પરિવારજનો ને થતા પરિવાર દ્વારા દહેજ પોલીસ મથકે ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોક્સો તેમજ એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને સગીરાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.દહેજ પોલીસે ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટીમ સાથે દુષ્કર્મ કરનાર પરપ્રાંતિય યુવક સુરેન્દ્રની શોધખોળ શરૂ કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેનું મેડિકલ ચકાસણી સહિત કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

દહેજ પોલીસે આરોપી સુરેન્દ્રને ભરૂચ પોક્સો કોર્ટમાં રજુ કરતા 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડ દરમ્યાન પોલીસ વધુ વિગતો બહાર લાવી શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!