google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat નેત્રંગ નગરમા એક મતદાન મથક પાસે જ રાજય ધોરીમાર્ગ ઉપર જીવલેણ વિકાસનો...

નેત્રંગ નગરમા એક મતદાન મથક પાસે જ રાજય ધોરીમાર્ગ ઉપર જીવલેણ વિકાસનો ખાડો

- નેત્રંગ - અંકલેશ્વરને જોડતો આ રોડથી આમજનતા સાત સાત વર્ષથી હેરાન પરેશાન છે - ચૂંટણી પ્રચારમા પ્રજાને હથેળીમા ચાંદ બતાવી દીધો રોડ મંજૂર થઈ ગયો છે

0
29

(વિજય વસાવા,નેત્રંગ)
આગામી ૭મી એપ્રિલના રોજ લોકસભાની ભરૂચ બેઠક માટે મતદાન માટેની વહીવટી તંત્ર થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.તેવા સંજોગોમા નેત્રંગ નગર મા એક મતદાન મથક આગળ જ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વિકાસનો ઉંડો જીવલેણ ખાડો મતદાતાઓ માટે જીવલેણ સાબીત થાય તે પહેલા નફ્ફટ તંત્ર દ્રારા પુરવામા આવશે કે કેમ? તે તો લોકસભાના ઉમેદવારોનેજ ખબર?
લોકસભાની ચુંટણીના માંદ સાત દિવસનો સમય ગાળો બાકી રહ્યો છે.તેવા સંજોગોમા ચુંટણી પંચ થકી તમામ પ્રકાર ની તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે.લોકો મોટી સંખ્યા મા મતદાન કરે તે માટે અથગ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.મતદાતાઓને કોઈ પણ જાતની તકલીફ ના  પડે તેની પણ તકેદારી રાખવામા આવી રહી છે.ત્યારે નેત્રંગ વાલીઆ રોડ ઉપર ભક્ત હાઈસ્કુલ ખાતે બે જેટલા મતદાન મથકો આવેલ છે.નેત્રંગ – અંકલેશ્વરને જોડતો રાજય ધોરીમાર્ગને અડીને આ મતદાન મથકો આવેલ છે.ત્યારે તેના પ્રવેશદ્વારની સામે જ જીવલેણ ઉડો ખાડો વિકાસની ચાડી ખાતો દેખાઈ રહ્યો છે.અંકલેશ્વર- નેત્રંગ રોડની નફ્ફટ તંત્રને લઈને છેલ્લા સાત સાત વર્ષથી એટલી બધી બદતર હાલત થઈ ગઈ છે કે આમજનતા તોબા પોકારી ઉઠી છે. 
જીલ્લા કલેક્ટર નેત્રંગની મુલાકાત લે છે.તો રોડની હાલતને લઈ ને આઠ થી દસ કિ.મી નો ફેરાવો ફરી (ડહેલી,કબીર ગામ,ચાસવડ) આવતા હોવાના કારણે પ્રજાને પડી રહેલી તકલીફોથી ખરેખર અજાણ છે.નેતાઓ હાલતો રોડ પાસ થઈ ગયો હોવાનો પ્રચાર કરી રહ્યા છે.ક્યારે બનશે તેનુ કોઈ ઠેકાણુ નથી.ત્યારે જીલ્લા કલેક્ટર,માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ જવાબદાર અધિકારીઓ હાલ મે,જુન એમ બે માસ માટે પણ મરામતની સારી કામગીરી કરાવે તેવુ પ્રજામા ચાલી રહ્યુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!