google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeGujaratનેત્રંગ નગર માંથી પસાર થતી અમરાવતી નદી પર બનાવેલ ચેક ડેમ ઉંડો...

નેત્રંગ નગર માંથી પસાર થતી અમરાવતી નદી પર બનાવેલ ચેક ડેમ ઉંડો કરવાની કામગીરીમાં ગોબાચારી?

- સરપંચ અને તલાટીને ખબર નથી કે કઈ યોજના હેઠળ કામગીરી થાય છે

(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગર સહિત તાલુકાભરમા ચોમાસની સિઝન દરમ્યાન વરસાદી પાણી પથરીયાળ જમીનના કારણે  જમીનમા ઉતરવાના બદલે દરીયામા વહી જાઈ છે.તેમજ જળ સંચયનો સરેઆમ ઠેરઠેર અભાવ હોવાના કારણે દર ઉનાળાની સિઝન દરમ્યાન પીવાના પાણીની ભારે તંગદીલી વર્તાઈ છે.જેને લઈને સરકારમા જળ સંચય માટે નદી નાળાઓ ચેક ડેમોમા એકત્ર થયેલ માટી,રેતી,પથરો બહાર કાઢી નદી નાળાઓ ચેકડેમો ઉડા કરવાની વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી ચાલી રહી છે.
જેના ભાગરૂપે નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદી ઉપર જુના નેત્રંગ વિસ્તારમા વારીગુહ પાસે ચેક ડેમ આવેલ છે.જયા તાજેતર મા કોઈક ઠેકેદારે પોતાના હિટાચી મશીનથી માટી કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
આ બાબતે સરપંચ અને તલાટીને પુછવામા આવેલ કે આ કામગીરી કઈ યોજના હેઠળ થઈ રહી છે.તો તે બાબતે તલાટી કમ મંત્રી જણાવેલ કે મને ખબર નથી. સરપંચને પુછતા જણાવેલ કે જીલ્લા પંચાયતની વાલીઆ ગામમા એક ઓફીસ આવેલ છે.ત્યાંથી આ કામગીરીનુ ટેન્ડર જેતે ઠેકેદારનુ લાગેલ છે.અન્ય કોઈ માહીતી ઉપલી કચેરી પરથી ગ્રામપંચાયતને લેખીતમા કોઈપણ જાતની માહીતી આપવામા આવેલ નથી.
ચેકડેમ તેમજ નદીનો પટ ઉડો કરી તેમાંથી નિકળતી માટી,રેતી,કાપ વિગેરે અન્ય જગ્યા ઉપર ઠાલવાના બદલે નદીના કિનાર ઉપરજ બંન્ને સાઈડ ઢગલા મારી દીધા છે.જીન કંમ્પાઉન્ડ અડતા નદીના પટમા જામેલા માટીના ઢગલા તોડી નદીના પટમાં જ માટી પાથરી દીધી છે.બીજી તરફ નદીના પટમા માટી હોવા છતા પણ તેને દુર કરવાને બદલે તેની ઉપર જ માટીના ઢગલા મારી દીધા છે.ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તેમજ ઠેકેદારો થકી વિકાસના કામોમા દે થોક કામગીરી કરી મલાઈ ઉલેચવામા જ રહ્યા, ત્યારે આ બાબતે વિજીલેનસ વિભાગમા લેખીતમા રાવ નાંખી યોગ્ય તપાસની માંગ કરવામા આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!