google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeStoriesશુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,
પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતા નાં આધારે સૈકાઓ થી ભગવાન શંકર અને વિષ્ણુ ના માનમાં અહીં પાંચ દિવસ ની જાત્રા ભરાઈ છે.શુકલર્તીથ ની જાત્રામાં રાજ્ય સહિત દેશના કેટલાય રાજ્યો માંથી લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન,સ્નાન,દર્શન,પિતૃતર્પણ કરી કૃતકૃત્ય થાય છે.
નર્મદા નદી કાંઠા ના ૩૩૩ શિવ ર્તીથો અને ૨૮ વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથ નું મહાત્મ્ય સૌથી વિશેષ છે.શુકલર્તીથ માં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ,જે અપભંશ થઈ ને ઓમકાર નાથ કહેવાયા એ શ્વેત વિષ્ણુ ભગવાનનાં પ્રિય ર્તીથ તરીકે પુરાણોમાં પંચ ર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યુ છે.રાજા ચાણકય, ભૃગુઋષિ,અગ્નિ‌હોત્રી વેદપાઠી બ્રાહ્મણો,ધર્મરાજ યુધિષ્ઠિ‌રની યાત્રાથી માંડી રાજા ચાણકય ને અલૌકિક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થયા ની ઐતિહાસિક-પૌરાણિકતાના સ્કંદ પુરાણ, નર્મદા પુરાણ,રેવાખંડ,શિવપુરાણ,માર્કડેય સહિ‌ત નાં પુરાણો અને ગ્રંથોમાં ઉલ્લેખ મળી આવે છે.સુદ-ઉપસુંદ,મધુ અને કૈટભ જેવા અસુરોને મહાત કર્યા હતા એ આ મહાભારત કાળના નૈમિષારણ્ય ગણાતા ક્ષેત્રમાં કારતક સુદ અગિયારસ થી પુનમ નાં દિવસો માં દેવો સુક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા હોવાની લોકવાયકા છે.શુકલર્તીથ ક્ષેત્રમાં દેવોનું સંરક્ષણ આજે પણ વિશેષ રૂપે મળતુ રહે છે.આમાહાત્મ્યના કારણે જ દેવોનાં માનમાં અહીં સૈકાઓ થી ભરાતી જાત્રા-મેળામાં લોખો ની સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડે છે.મહર્ષિ‌ માર્કંડેયપાસે મોક્ષ ર્તીથ તરીકે આગ્રહપૂર્વક નર્મદાના તટ પરના આવેલા ર્તીથો વિશે જાણવા ધર્મરાજ યુધિષ્ઠિ‌રે ઉત્સુક્તા જણાવી ત્યારે મહર્ષિ‌એ બધા જ ર્તીથોમાં શ્રેષ્ઠ નર્મદા ના ઉત્તર તટ ઉપર આવેલા શુક્લર્તીથ નું મહાત્મય સંભળાવ્યું હતું.શુક્લર્તીથ ના શુભ દર્શનને કારણે પૃથ્વીના બીજા ર્તીથો તેની સોળમી કળા બરાબર પણ નથી.શુક્લર્તીથ ની ઉત્પતિ વિશે આદર અને શ્રદ્ધા ભાવથી ઋષિએ ધર્મરાજને જણાવ્યું હતું કે, શુક્લર્તીથ ની ઉત્પતિ અને ચાણક્ય રાજાને મળેલી સિદ્ધી અને તેમના માનમાં ભરાતો ભાતીગળ યાત્રા-મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.ર્તીથ માં સ્થાપિત દેવતા શુક્લેશ્વર મહાદેવ,ઓમકાર નાથ,વિષ્ણુ ભગવાન,આદિત્યેશ્વર મહાદેવ અને ગોપેશ્વર મહાદેવના દર્શન કરી,નર્મદા સ્નાનનો લ્હાવો લે છે.પૌરાણિક કાળ માં સ્વયંભૂ પ્રગટ થયેલા શુકલેશ્વર
ઋષિ મુનિઓ અને દેવોના સત્સંગ દરમ્યાન દેવાધિદેવ શંકરે કૈલાસ પર્વત ઉપર સંભળાવ્યું હતું કે પૂર્વે કૃતયુગમાં ગિરજા પતિને સંતુષ્ટ કરવા વિષ્ણુ એ હજારો વર્ષ સુધી અન્નને ત્યજી ને માત્ર વાયુનું ભક્ષણ કરી શુક્લતીર્થ માં રહ્યા હતા.જ્યાં શિવજી એ પ્રત્યક્ષ થઈ દર્શન દીધા હતા.સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ શુક્લેશ્વર મહાદેવ આજે પણ હયાત છે.આકાશવાણી મુજબ રાજા ચાણક્ય ને નર્મદા નદી જયાંથી નીકળે છે ત્યાંથી કાળા વસ્ત્ર,કાળી ગાય અને કાળા સઢની નાવ લઈ પ્રસ્થાન કરવા જણાવાયુ હતુ.જ્યાં આ તમામ વસ્તુઓ શ્વેત થશે ત્યાં રાજન તારો મોક્ષ થશે.આ સાંભળી નર્મદા નદી જ્યાં થી નીકળે છે એવા અમરકંટક થી ર્તીથાટન કરતા રાજા ર્તીથક્ષેત્ર શુક્લેશ્વર મહાદેવ આવતા તેના દર્શન થકી ત્રણે વસ્તુ સફેદ થતા પાતાળ માંથી મહાકાલ અલૌકિક લીંગ પ્રગટ થયું હતુ.જેના ભાવ થી ત્રૈલોક્ય અંજાય ઉમાપતિ સહિ‌ત આ સ્થાનને કદી નહી છોડશો.શુક્લેશ્વર મહાદેવ નાં દર્શન માત્ર થી માનવ માત્રની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અનેક પાપો માંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.સ્વપ્નમાં પણ નરક જોઈ શકતો નથી.કારતક અને વૈશાખ મહિ‌ના માં દેવો આ ર્તીથનું સેવન કરી સૂક્ષ્મરૂપે અહીં વિચરણ કરે છે.પ્રાચીન કાળમાં ઈશ્વાકવંશ ના ચાણક્ય નામે રાજા સાથે જોડાયેલી પુરાણોમાં વર્ણવાયેલી અન્ય કથા વાર્તા મુજબ,રાજા ચાણક્યએ એવો નિશ્ચ‌ર્ય કર્યો હતો કે, હું કોઈ નાથી છેતરાઈશ તો તુરત જ પ્રાણ ત્યાગી દઈશ.રાજન ની પ્રતિજ્ઞાનો ભંગ કરવા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ થવા લાગી અંતે બ્રાણના શાપથી કાગ યોનિને પામેલા સુંદ અને ઉપસુંદ નામના દૈત્યોએ ચાણક્ય રાજાને છેતરતા કાગરૂપી અસુરો મારફતે યમરાજા પાસે થી રાજાએ શુક્લર્તીથનો મહિ‌મા જાણી લઈ તેમનું સર્વસ્વબ્રાણ ને દાનમાં આપી દીધુ હતુ.અનેક શોક સંતાપ થી ચિંતિત રાજાએ મહાદેવની પ્રાર્થના કરતા શિવજી પ્રસન્ન થતા આકાશવાણી થઈ હતી.

  • શુકલર્તીથ માં રેવાએ ધારણ કર્યું હતું રોદ્ર સ્વરૂપ
    દર્ભ, અક્ષત, પુષ્પો, સમિધા વગેરે સતકર્મમાંવપરાતી પૂજન-હવન સામગ્રી રેવાના તટ પર મોટા પ્રમાણ માં થતી હતી.એવું કહેવામાં આવે છે કે શુક્લતીર્થ માં અર્ધ ચંદ્રાકારે વહેતી રેવા એટલે કે નર્મદાએ પોતાના તરંગો વડે તેને નષ્ટ કરીને ઋષિઓને ક્રોધ ઉત્પન્ન કરાવવા ના આશયથી રોદ્ર રૂપ ધારણ કર્યું હતું.ભય ઉત્પન્ન કરનારા આ તીર્થના કાંઠા વિસ્તારમાં રહેવા માટે ક્યાંય અવકાશવાળો ખુલ્લો પ્રદેશ નહીં રહેતા તમામ ઋષિઓએ ભગવાન વિષ્ણુ નું સ્મરણ કર્યું હતું.ઋષિઓ ની ચિંતા જાણી તેમના દુઃખ દુર કરવા રેવા માંથી ભગવાન વિષ્ણુએ સ્વયંભૂ રેવા માંથી હુંકાર કરીને રેવાને બે કોશ દૂર જવા કહ્યુ હતુ.સ્વયં રેવા માંથી હુકાર કરી પ્રગટ થયેલા હુંકારનાથ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર અને માટીની સ્વયંભૂ શ્વેત મૂર્તિ આજે પણ અહીં જોવા મળે છે.
  • શું કહેવાયું છે શુકલર્તીથ વિશે
    શુકલર્તીથ ને બે કોશ જેટલા ક્ષેત્રને ભકિત-મુકિત આપનાર સ્થાન ગણાવાયું છે.અહીં સ્નાન કરનાર બધા પાપો થી મુકત થાય છે.ગંગા કનખલમાં, સરસ્વતી કુરૂક્ષેત્ર માંપવિત્ર છે પરંતુ નર્મદા ગામમાં અને અરણ્યમાં બધે જ પવિત્ર છે.નર્મદા તટ પર નું શુકલતર્થી મહાપુણ્ય છે.રેવા જલની એક અંજલિ આપનાર બધા પિતૃઓ તૃપ્ત થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!