google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeGujaratનર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

- નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચર્ચા આયોજન માટેની બેઠક યોજાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યોને કોઈ તકલીફ ન પડે તે બાબત ની બેઠક યોજાઈ હતી.આ બેઠક નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ અને નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી નિલભાઈ રાવની અધ્યક્ષતામાં યોજાઈ હતી.નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયત ના પ્રશિક્ષણ વર્ગ 66 સદસ્યો અપેક્ષિત રહેનાર છે.આ પ્રશિક્ષણ વર્ગ માં પ્રદેશ કક્ષાએથી પ્રવક્તાઓ પણ આવનાર છે.વ્યવસ્થા ની બેઠક માં ભાજપ ના કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપવામાં આવી છે.કાર્યકર્તાઓને સુશોભન,જમવાની,પ્રેસ મીડિયા અને સદસ્યો ને વર્ગ સુધી કેવી રીતે પહોંચે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!