google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 5, 2024
HomeStoriesતાડફળી ઉતારવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ : અંકલેશ્વરના જુના દિવા...

તાડફળી ઉતારવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ : અંકલેશ્વરના જુના દિવા ગામમાં ખેડૂત ૫ હજારથી વધુ તાડફળી ઉતારી આર્થિક પગભર થયા

- જુના દિવા ગામમાં આવેલ ૧ હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં ૫ હજાર તાડ ફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે - તાડ ફડી ઉતારવા માટે મધ્યરાત્રીએ ૩ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી પાડવો પડે છે પરસેવો - તાડફળીના ઝાડ ઉપર ચઢ્યા બાદ જો નીચે પટકાય તો માણસ જીવ ગુમાવી દે છે : તાડફળી ઉતારનાર

ભરૂચ,

તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ,ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે.તો ઉનાળાના સમયે આવતી તાડફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી લેતા હોય છે.પરંતુ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ હજારોની સંખ્યામાં તાડના ઝાડ આવેલા છે અને તાડફળી ઉતારવા માટે જીવનું જોખમ ખેડીને પણ પેટ કરાવે વેઠ તે રીતે મધ્યરાત્રીએથી જ ઝાડ ઉપર ચડી તાડફળી ઉતારવામાં આવે છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના જુના દીવા દીવા સહિત વિવિધ આજુબાજુના ગામોમાં સંખ્યાબંધ તાડના ઝાડ આવેલા છે અને તાડના ઝાડ ઉપર તડપડી માત્ર ઉનાળાની સિઝનમાં જ થતી હોય છે.જેના પગલે તાડફડીને ઉતારવા માટે ૫૦ થી ૬૦ ફૂટ ઝાડ ઉપર ચડીને તાડફળી પાડવી પડે છે અને તાડફડીને ઉપરથી ફેંકવામાં નથી આવતી કારણ કે છુંદાઈ જાય તો નુકસાન થાય એટલે રસથી વળે તેને કાપીને નીચે ઉતારવામાં આવે છે અને તેમાંથી તાડફડીને છૂટી પાડવામાં આવે છે.માત્ર ભરૂચ જીલ્લામાં સૌથી વધુ તાડફળીનું ઉત્પાદન થતું હોય છે અને આ તાડફળી માત્ર ભરૂચ જીલ્લામાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધુ વેપારીઓને સપ્લાય કરવામાં આવે છે અને આખા વર્ષની રોજગારી ગ્રામજનો મેળવી લેતા હોય છે 

તાડફડી લેવા માટે ભરૂચ જીલ્લા સહિત અન્ય જીલ્લાના લોકો પણ ધામા નાખી રહ્યા છે છેલ્લા ૩૦ વર્ષથી તાડફળી નો વ્યવસાય કરતા વેપારી મહિલાએ કહ્યું હતું કે જે તાડફળી હું ૧૦૦ રૂપિયામાં ૧૦૦ લેતી હતી જે તાડફળીને આજે મારે ૬૦૦ માં ૧૦૦ ખરીદવી પડે છે અને વાહન ભાડા સાથે ૮૦૦ રૂપિયાની ૧૦૦ તાડફડી ખરીદવી પડે છે તાડફડીને ઉતારવી જીવનું જોખમ છે અને જે લોકો ઝાડ ઉપર ચડે છે તે મોતનું કફન સાથે ચડે છે અને ભૂતકાળમાં ઘણા લોકોએ તાડફળી પાડતી વેળા ઉપર ચડવાના કારણે નીચે પટકાતા મોતને પણ ભેટયા છે.પરંતુ પેટ કરાવે વેઠ આ પંક્તિ અહીંયા એટલા માટે સાર્થક થાય છે કે તાડફળી માત્ર ઉનાળામાં જ થાય છે અને એટલા માટે બેરોજગારો રોજગારી મેળવવા માટે જીવના જોખમે પણ તાડફળી ઉતારે છે.

તાડફડીની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે.ત્યાર બાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવા લાયક રહેતી નથી. તાડફળીનો સ્વાદ મીઠો હોય છે.તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે.જેથી પાચન ક્રિયા સારી થાય છે.ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તાડફળીનો માર્કેટ ભાવ ૬૦૦ થી ૭૦૦ રૂપિયા છે.જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે. ૧૦ રૂપિયાની એક તાડફળી મળે છે તો ૧૦૦ રૂપિયાની ૧૦ પણ વેચવામાં આવે છે.આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે.તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે.ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકની તાડફળી એટલા માટે વધુ વખાણાય છે કે સૌથી મોટી તાડફળીનું ઉત્પાદન જ અહીંયા થાય છે રાજપીપળા તથા અન્ય તાલુકાઓમાં થાય છે પરંતુ તે નાની હોવાના કારણે તે વજનના ભાવે આપવામાં આવે છે પરંતુ ભરૂચ જીલ્લાની તાડફળી સૌથી વધારે પ્રચલિત હોવાનું માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!