google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeCrimeવાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરતી ભરૂચ બી ડિવિઝન પોલીસ :...

વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરતી ભરૂચ બી ડિવિઝન પોલીસ : આરોપી પાસેથી પોલીસે બે બાઈક કબ્જે કરી

ભરૂચ,
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની બે બાઈક કબ્જે કરી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચના લીમડી ચોકના વાવ ફળિયામાં રહેતા બળદેવ ગોવિંદ જાધવએ પોતાની બાઈક નંબર જીજે ૧૬ એએન ૧૭૫૦ ગત તારીખ ૨ જી મેના રોજ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી તે દરમ્યાન વાહન ચોરો ત્રાટકી ૨૦ હજારની બાઈક ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બાઈક ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.તે દરમ્યાન બાતમી મળી હતી કે ચોરીની બાઈક લઈ વસંતમીલના ઢાળથી મહમંદપુરા સર્કલ તરફ જઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે મહમંદપુરા સર્કલ ખાતે વોચ ગોઠવી બાતમી વાળા ઈસમને અટકાવી તેની પૂછપરછ કરતાં તેણે બાઈક લીમડી ચોક વિસ્તાર માંથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે અન્ય બાઈક વસંતમીલની ચાલ ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે લીમડી ચોકના વાવ ફળિયામાં રહેતો વિજય વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!