google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat રાજપીપલા બસ સ્ટેશન ખાતે શિક્ષકો દ્વારા મતદાન કરવા અંગે જાગૃતિ સંદેશો આપ્યો

રાજપીપલા બસ સ્ટેશન ખાતે શિક્ષકો દ્વારા મતદાન કરવા અંગે જાગૃતિ સંદેશો આપ્યો

- લોકશાહીનો ટહુકો થીમ પર શિક્ષકો દ્વારા ગીત,રેલી,પ્લેકાર્ડ-બેનર સહિત ગરબે ઘૂમી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - બસમાં મુસાફર આવન જાવન કરતા લોકોને મતદાનનું મહત્વ સંગિત દ્વારા સમજાવવામાં આવ્યું

0
34

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત નર્મદા જિલ્લાનાં નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવવા અનેકવિધ સ્વીપના વિવિધ કાર્યક્રમો થકી પ્રચાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજરોજ રાજપીપલા બસ સ્ટેશન ખાતે લોકશાહીનો ટહુકો થીમ પર શિક્ષકો દ્વારા ગીત, રેલી પ્લેકાર્ડ- બેનર્સ સહિત ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને લોકોને ૦૭ મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર મતદાન અંગે અચૂક મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થવા જાગૃતિ સંદેશ પાઠવ્યો હતો.
લોકશાહીનો ટહુકો થીમ કાર્યક્રમનું મહત્વ સમજાવી સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રી નિશાંત દવેએ જાણાવ્યું હતું કે, દેશ કા ગર્વ, ચુનાવ કા પર્વ ચૂંટણી એ લોક્શાહીનો અમુલ્ય અવસર છે.જેના ભાગરૂપે સ્વીપના અનેક કાર્યક્રમો જિલ્લામાં કરવામાં આવી રહ્યાં છે.જેના થકી નર્મદા જિલ્લાનાં દરેક મતદાર મતદાન કરે અને મહત્વ સમજે.વધુમાં છેલ્લા ૧૫ દિવસથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદાની વિવિધ શાળાઓ અને ગામડાઓમાં મતદાન જાગૃતિના શેરી નાટક થકી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણાએ જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન વધું ને વધું થાય તે માટે નર્મદા જિલ્લાના સાત શિક્ષકોની ટીમ બનાવી આજરોજ લોકસાહીનો ટહુકો ગીત, સુત્રોચ્ચાર અને ગરબા દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય શિક્ષક નમિતાબેન મકવાણા, સહીતના અન્ય શિક્ષકોએ ભાગીદારી નોંધાવી વેશભૂષા ધારણ કરી ટહુકો ગીત, સુતત્રોચ્ચાર અને ગરબા રજુ કરી મતદાન જાગૃતિનો સુંદર સંદેશ આપ્યો હતો.
સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત શિક્ષકો સહભાગી થયા હતા.જેમાં રાજપીપલા બસ સ્ટેશન ઉપર તમામ શિક્ષકો વિવિધ વેશભૂષા ધારણ કરીને લોકશાહીનો ટહૂકો રજૂ કરી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જાહેર જનતાને આગામી ૦૭ મી મે, ના રોજ ગુજરાત રાજય સહિત નર્મદા જિલ્લામાં સવારે ૦૭ થી સાંજના ૦૬ વાગ્યે સુધીમાં મતદાન કરવાનુ થાય છે.ત્યારે નર્મદા જિલ્લાના લોકો વધુને વધુ મતદાન કરે અને હિટવેવને ધ્યાનમાં રાખી બપોરે પહેલા મતદાતાઓ મતદાન કરે તેવી શિક્ષકોએ અપીલ કરી હતી.સાથે મુસાફરોને મતદાન જાગૃતિને લગતા સૂત્રો બોલાવી મુસાફરોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!