google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ભરૂચની હયાત પ્લેસને 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર માન્યતા

ભરૂચની હયાત પ્લેસને 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર માન્યતા

- ભરૂચની પ્રથમ 5 સ્ટાર હોટેલનું ગૌરવ

0
48

ભરૂચ,
ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ભરૂચની હયાત પ્લેસ પ્રીમિયમ 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.જે ભરૂચ માટે ગૌરવની ઘટના કહી શકાય.
ભરૂચમાં સપ્ટેમ્બર 2022 માં NHP ગ્રુપ દ્વારા હયાત પ્લેસ હોટેલનો પ્રારંભ કરવાંમાં આવ્યો હતો.જેના દોઢ વર્ષમાં જ 5 સ્ટાર ગ્રેડ ભારત પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રાપ્ત થતા ભરૂચની પ્રથમ 5 સ્ટાર પ્રીમિયમ હોટેલનું ગૌરવ હયાત પ્લેસને પ્રાપ્ત થયું છે.મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થવાના અવસરે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હોટેલના જનરલ મેનેજર મનોજ જનાર્દને 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી આ માટે છ થી સાત સભ્યોને ઓડિટ ટીમ દ્વારા વિવિધ 150 પોઈન્ટ પર ચકાસણી કરી તે બાદ સર્ટીફીકેટ આપી માન્યતા આપવામા આવી હોવાનું જણાવી લોકલ તેમજ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને ભરૂચમાં 5 સ્ટાર કક્ષાની સુવિધા પ્રાપ્ત થશે તેમ કહ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!