best news portal development company in india

પરમ પૂજ્ય જગતગુરુ સપ્તમ કુવેરાચાર્ય જંબુસર ખાતે પધારતા પાદુકા પૂજન ભાવ વંદના કાર્યક્રમ યોજાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસરની પવિત્ર ધારા પરમ પૂજ્ય ગુરુજી અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાનપીઠ ઈશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ જંબુસર ટંકારી ભાગોળ ખાતે પરમગુરુ પાદુકા જગતગુરુના સર્વ સાંજ શિર પર કુવેરાચાર્ય પરંપરાણા પદ્ય ધારણ કરીને છડી ચેમ્બર છત્ર નિશાન ડંકા સાથે આવી પહોંચતા ધવલભાઈ પટેલ કેવળભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ સહિત ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું.ત્યાર બાદ સિકોતર માતા મંદિરેથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી સ્વરાજ ભવન ખાતે સમાપન કરાયું હતું.શોભાયાત્રામાં ભક્તિરસમાં સૌ મગ્ન બન્યા હતા.આ પ્રસંગે મહારાજ શ્રી એ આશિષ પાઠવતા જણાવ્યું હતું કે ત્રણેક દિવસથી જંબુસર વિભાગમાં પરમગુરૂ પાદુકા પૂજન અને ભાવવંદના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આ પ્રવાસ દરમ્યાન અનેક ભક્તોને લાભ મળશે. તેમ કહી હિન્દુ સંસ્કૃતિનો ઉદય વેદથી થયો છે.વેદમાંથી છ શાસ્ત્ર જેને ખટ દર્શન નામથી ઓળખાય છે.કુંભનું કેન્દ્રબિંદુ ખટ દર્શન અખાડા હોય છે.સનાતન વિરક્ત પરંપરા દર્શાવતો આ મેળો કુંભમેળો કહેવાય છે.શાહી સ્નાન સાથે કુંભમેળાનું સુંદર નિરૂપણ કર્યું હતું.ત્યાર બાદ પુરાણ યુગનો પ્રારંભ જે ૨૫૦૦ વર્ષ જુનો જે બૌદ્ધ અને જૈન સમકાલીન છે.૧૮ પુરાણ અને ઐતિહાસિક ગ્રંથ અંગે સમજાવ્યું ગુરુ ગીતા સહિતની વાત કરી શ્લોકનું મહત્વ સમજાવ્યું નારદગીતા,ગુરૂ ગીતા અને ભગવદગીતા નો ઉલ્લેખ કર્યો હતો.ગુરૂ ગીતામાં પરમગુરૂનો ઉલ્લેખ છે ગુરુત્ત્વની વાત સમજાવી ગુરુ બ્રહ્મા શ્લોક સવિસ્તાર સમજાવ્યો હતો.ધ્યાન કરવા ગુરુની મૂર્તિ, પૂજન માટે ગુરુના ચરણ અથવા પાદુકા પૂજન નું મહત્વ જણાવ્યું હતું. ત્યાર બાદ પાદુકા પૂજન અને જંબુસરના કેવળભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ,ડાહ્યાભાઈ પટેલ, રવિદાસભાઈ પટેલ,અશોકભાઈ પટેલ,મહિલા મંડળ,જશોદાબેન પટેલ દ્વારા સાત મુદ્રા તુલા કરવામાં આવી હતી.આ પ્રસંગે અગ્રણી ચંદ્રકાંતભાઈ પટેલ,ધર્મેશભાઈ પટેલ,શૈલેષભાઈ પટેલ સહિત ભાવિક ભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!