– તારીખ ૭ મી એ ગુમ થયેલો યુવાનની લાશ તારીખ ૧૦ મી એ કુવરપુરા ગામની સીમમાંથી મળી હતી : યુવકની હત્યા થઈ હોવાની શંકા સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
– ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ઝઘડિયા પોલીસની ટીમે આ ગુના હેઠળ બે ઈસમોને ઝડપી લીધા
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ગામની નવીનગરીમાં રહેતો યુવાન અનીલ વસાવા ગત તારીખ ૭મી ના દિને થી ગુમ થયો હતો.જેની લાશ ઝઘડિયા નજીકના કુંવરપરા ગામની સીમમાં ગઈ કાલે મળ્યો હતો.ત્યાર બાદ આ ઘટના સંદર્ભે યુવકના પિતાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની શંકા સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ઝઘડિયા પોલીસે તપાસ દરમ્યાન આ ગુના અંતર્ગત બે ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.ઘટનાની વિગતો મુજબ ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો યુવક તા.૭ મીના રોજ સાંજના છ વાગ્યે બાઈક લઈને ઝઘડિયા બજારમાં શાકભાજી લેવા ગયો હતો.
ત્યાર બાદ તે ઘરે પરત આવ્યો ન હતો.ત્યાર બાદ યુવક ગુમ થયાના ત્રણ દિવસ બાદ ગતરોજ તા.૧૦ મીના રોજ કુંવરપરા ગામની સીમ માંથી યુવકનો મૃતદેહ અને તેની મોટર સાયકલ મળી આવતા યુવકના મોત બાબતે રહસ્ય સર્જાયું હતું.યુવકના પિતા નટવરભાઈ વસાવાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની વાત સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.આ ગુનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ તરફથી પોલીસ વિભાગને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા સુચના આપવામાં આવી હતી.તેના અનુસંધાને ઝઘડિયાના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડૉ.એ.જે.સિસારાએ ઝઘડિયા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી ભરૂચના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળા,ઝઘડિયા પીઆઈ એન.આર.ચૌધરી તેમજ એલસીબી પીએસઆઈ ડી.એ.તુવરે ટીમો સાથે ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો આકાશભાઈ અશોકભાઈ વસાવા તથા રાજપારડી નવી નગરી ખાતે રહેતો સંદીપભાઈ સુરેશભાઈ વસાવા સંડોવાયેલ છે.પોલીસે બાતમીના આધારે સદર બન્ને ઈસમોને ઝડપી લઈને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવી નગરીમાં રહેતો મારા મિત્ર અનિલ નટવરભાઈ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી બહેન સાથે લગ્ન કરવા તૈયાર ના હોય જેથી મે મારા મિત્ર સંદીપભાઈ સુરેશભાઈ વસાવાને આ બાબતની જાણ કરીને અનિલ વસાવાને ફોન કરીને કુંવરપુરા ગામની સીમમાં બોલાવેલ અને તે તથા તેના મિત્ર સંદીપભાઈ વસાવાએ અનિલ વસાવાને મુઢ માર મારી ગળું દબાવી હત્યા કરેલ હતી.આ મુજબની હકીકત જણાવતા બન્ને આરોપીઓને ખુનના ગુનાના કામે પોલીસે અટકમાં લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.
Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is