– પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમ માંથી ત્રણ પોકલેન્ડ અને વાગરાના ભેરસમ – સાયખા રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સિઝ કર્યા
વાગરા,
ભરૂચ જીલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્ર એ લગામ કસવા કમર કસી છે.આ અંગે અનેક વિધ ફરિયાદો ઉઠવા પામી હતી.જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એ એક પછી એક જગ્યા એ પોતાની ટીમ ને લઈ ગેરકાયદે ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે.ત્યાંજ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી.માહિતી મળવા સાથેજ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રીના અંધકારમાં નીકળી પડ્યા હતા.ચોલાદની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા ૩ પોકલેન્ડ જેની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા.જ્યારે વાગરાના સાયખા – ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા.છ હાઈવા જેની કિંમત રૂપિયા ૨.૪ કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્ત્વોમાં ખોફ ફેલાઈ જવા પામ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is