– ગામ નજીકથી પસાર થતી નહેરમાં પાણી છોડાય ત્યારે પાણી ગામમાં ઘુસી જતા હોવાની લોકોની ફરિયાદ
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસી જતા હોઈ આ બાબત ગ્રામજનો માટે હાલાકી નું કારણ બની છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં પાણી છોડાય ત્યારે પાણી ગામમાં આવી જતા હોઈ લોકોને આવવા જવામાં તકલીફ ઉભી થવા ઉપરાંત કેટલીકવાર પાણીના કારણે થયેલ કિચ્ચડથી કોઈ કોઈ માણસ લપસી જતા હોવાનું પણ બને છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ નજીકથી કરજણ યોજનાની નહેર પસાર થાય છે.કેનાલ સાફ કરેલ છે પરંતું તેનો કચરો નાળામાં જતો હોઈ નાળું બ્લોક થઈ જતા પાણી ઓવરફ્લો થઈને બહાર આવી જતું હોવાથી આ સમસ્યા સર્જાય છે.નાળાની યોગ્ય રીતે સફાઈ થઈ નહિ હોવાથી આ તકલીફ ઉભી થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.ગ્રામજનોએ વારંવાર આ સંદર્ભે સંબંધિત વિભાગને રજુઆતો કરેલ હોવા છતાં આ સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી.ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓને ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી.ત્યારે ધોળાકુવાના લોકોને કેનાલના પાણી ગામમાં આવી જતા થતી હાલાકી નિવારવા તંત્ર તાકીદે યોગ્ય પગલા ભરે તે જરુરી બન્યું છે.


Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is