કરજણ ડેમના ઉપરવાસ માંથી પાણીની આવકમાં વધારો થતા બે ગેટ ખોલાયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી

કરજણડેમના ઉપરવાસ માંથી પાણીની આવકમાં વધતા રુલ લેવલ જાળવવા માટે આજે કરજણ ડેમના બે ગેટ ખોલાયા હતા.કરજણ ડેમના ગેટ નં. 3 અને 5 0.40 મીટરના બે ખોલવામાં આવ્યાં છે.ડેમમાં પાણીની આવક 6129.00 ક્યૂસેક નોંધાઈ છે.કરજણ ડેમના હેઠવાસમાં આશરે 3851 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.કરજણ ડેમની સપાટી 109.09 મીટર નોંધાઈ છે.કરજણ ડેમ હાલ 69.45 ટકા ભરાયો છે.ડેમનું લાઈવ સ્ટોરેજ લેવલ 350.17 MCM (મિલિયન ઘન મીટર) છે તોગ્રોસ સ્ટોરેજ લેવલ 374.18 MCM (મિલિયન ઘન મીટર) નોંધાયો છે.હાઈડ્રો પાવર દ્વારા નદીમાં ડિસ્ચાર્જ વોટર 425.00 ક્યુસેક છોડાઈ રહ્યું છે તો કુલ જાવક 3873 ક્યુસેક નોંધાઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!