– સૌ માં વાંચન રસ જાગે એવા અનોખા જ્ઞાનરાગ થકી વીણા વગાડતા શ્રી ગણેશજીની માટી માંથી બનાવેલી પ્રતિમાની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં સ્થાપના કરવામાં આવશે
ભરૂચ,
જ્ઞાનના દેવતા શ્રી ગણેશની સ્થાપનાનો ઉત્સવ સમસ્ત જગતમાં હર્ષોલ્લાસથી ઉજાવાય છે એ સૌમાં ભારતવર્ષમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે.એ ભારતવર્ષના ગુજરાત રાજ્યના ભરૂચ શહેરમાં આવેલી જ્ઞાનગંગા સમાન કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં દર વર્ષે સમાજ ઉપયોગી સંદેશો આપતા વિષયને લઈને ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે જે લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા માટીમાંથી બનાવવા આવે છે.વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે અલગ અલગ વિષય આધારિત ગણેશજી માટીની પ્રતિમા આ પુસ્તકાલયમાં સ્થાપવામાં આવે છે.
ગ્રંથપાલનું કહેવું છે કે શ્રી ગણેશ વિદ્યા, બુદ્ધિ અને સંગીતકલાના જ્ઞાનદેવ છે.તેમની આરાધના કરવાથી વિધાર્થીને મનવાંછિત ફળ મળે છે.અહી જે ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે તેમાં શ્રી ગણેશજીને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. જેમ રાગ મલ્હાર ગાવાથી ગગનમાંથી વરસાદ વરસે છે, રાગ દીપકથી દીવા પ્રગટે છે એવી જ રીતે શ્રી ગણેશજી વીણા વાદન થકી રાગજ્ઞાન વગાડે છે એ મધુર વીણાનું સંગીત સાંભળવાથી મનુષ્યના જ્ઞાન અર્જિત કરવાની પ્રેરણા જાગશે અને તેઓ વાંચન તરફ વળશે એવું દર્શાવવામાં આવ્યું છે.
વીણા વગાડતા જ્ઞાનના દેવતાની પ્રતિમાને ખુબ જ સુંદર રીતે સજાવી છે દર્શન કરતા એક સુખદ અનુભવની લાગણી અનુભવાય છે તેઓ એવી અદભૂત વીણા વગાડી રહ્યા છે કે તેના સુર તમને જ્ઞાન તરફ ખેંચી જાય છે. ગણેશજીના સરગમના સાત સુરો રેલાવતી પ્રતિમાના દર્શન કરવાનું ચૂકાય નહિ તેની નોંધ લેવી રહી !
દર વર્ષે આ લાયબ્રેરી દ્વારા વિવિધ વિષયોને આવરી લઈ સમાજમાં નવચેતના લાવવાના સતત પ્રયત્નો થતા રહે છે.ગ્રંથારતી,ગ્રંથોત્સવ, વાંચન ઉત્સવ , પર્યાવરણ જાગૃતિ વગેરે વિવિધ વિષયો એક અનોખા સંદેશ સાથે ઉજવવામાં આવે છે. લાયબ્રેરીમાં ઉત્તમ સુવિધા ધરાવતો ૧૩૫ની સંખ્યાનો વાતાનુકુલિત વાંચનખંડ છે તો પુસ્તકાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય એવો ભવ્ય ૨૧૫ વ્યક્તિઓ સમાઈ શકે એવો વાતાનુકુલિત સભાખંડ છે.ટૂંકમાં સમાજને બધી રીતે ઉપયોગી થઈ શકાય એવા પ્રયત્નો આ પુસ્તકાલય થકી થતા રહે છે જેનો સંપૂર્ણ શ્રેય પુસ્તકાલયના ટ્રસ્ટીગણને જાય છે.




