રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી

SHARE:

– રાજ્યપાલ એ યુનિવર્સિટીના સંશોધન ફાર્મ, નિદર્શન પ્લોટ અને ગૌશાળાની મુલાકાત લીધી
(ગણપત મકવાણા,પંચમહાલ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની મુહિમને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે રાજ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વે રાજ્યપાલએ યુનિવર્સિટીના સંશોધન ફાર્મ, નિદર્શન પ્લોટ અને ગૌશાળાની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલએ સૌ પ્રથમ ગૌશાળાની મુલાકાત લઈ ગૌસંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું.યુનિવર્સિટી કેમ્પસમાં જમીનને ખેતીલાયક બનાવીને માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવેલા વિવિધ કૃષિ પાકો નિહાળી પ્રભાવિત થયા હતા.તેમણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને વધુ સંશોધનો હાથ ધરવા ઉપસ્થિત કુલપતિઓને માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાત દરમ્યાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીંબડિયાએ રાજ્યપાલને વિવિધ નિદર્શન પ્લોટ વિશે માહિતી આપી હતી અને યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી.
આ મુલાકાત દરમ્યાન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ (કૃષિ) ડૉ. અંજુ શર્મા,રાજ્યના કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ સહિત જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) ડી.એમ. દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,પ્રોબેશનર આઈએએસ કુ.અંજલી ઠાકુર,આસિસ્ટન્ટ કલેક્ટર અને હાલોલ પ્રાંત અધિકારી ઈ.સુસ્મિતા,જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!