અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે માર્ગ સલામતીનો સંદેશ પહોચાડવા વિશ્વ પ્રવાસે નીકળેલા કર્ણાટકના બી.વી.નારાયણ ભરૂચ પહોંચ્યા

SHARE:

ભરૂચ,
બેંગ્લોરના બી.વી. નારાયણ જેમણે અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો, તેઓ અંગદાન અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ ફેલાવવા માટે વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યા છે.તેમણે અપંગતા માંથી મુક્તિ મેળવવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.બેંગ્લોરના બી.વી. નારાયણ હાલ પોતાના જીવનની છેલ્લી રાઈડ કરી રહ્યા છે.જેઓ આજે સવારે ભરૂચ પહોંચ્યા છે. અત્યાર સુધી, તેમણે ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાંઝાનિયા, ઝામ્બિયા, આફ્રિકાના કેમરૂન, પેરાગ્વે, બોલિવિયા, પેરુ,દક્ષિણ અમેરિકાના ઇક્વાડોર, યુરોપ સહિત ૮૯ દેશોની યાત્રા કરી છે.
તેના મિત્રનો પુત્ર બંને પગથી ચાલી શકતો ન હતો. તેના મિત્રના કહેવાથી મેં તેના પુત્ર માટે તેનું સ્કૂટર મોડિફાઇ કર્યું. તેમણે અપંગો માટે ડિઝાઇનર, ફેબ્રિકેટેડ વાહનો બનાવવાનું શરૂ કર્યું હતું. કોરોનાને કારણે કામ બંધ થઈ ગયું. તેમણે દિવ્યાંગો માટે વાહન બનાવતી વખતે, તેમણે જોયું કે યુવાનો અકસ્માતમાં હાથ-પગ ગુમાવે છે.દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતાં વધુ મહત્વનું એ છે કે કોઈ પણ યુવક માર્ગ અકસ્માતને કારણે અપંગ ન બને. આ માટે તેમણે પોતાના માટે બાઈક બનાવી અને જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ પ્રવાસ પર નીકળ્યા.
આ તકે તેમણે કહ્યું કે અંગદાનને પ્રોત્સાહન આપીને, આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. યુવા દેશની તાકાત છે અને માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ યુવાનો જ થાય છે.ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો અને અંગોનું દાન કરવાનો સંકલ્પ લેવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!