ભરૂચ,
બનાવની ટૂંક હકીકત એવી છે કે ભરૂચના ફરિયાદી રંજનબેન સંતોષકુમાર જેન્ના પાસેથી ઈન્વેસ્ટમેન્ટ કરવાથી ખુબ સારું વળતર મળશે તેવી લાલચ આપી જીગર દીવાન નામના પ્રથમેશ ઈન્વેસ્ટમેન્ટના આરોપીએ રૂપિયા ૫,૨૫,૦૦૦ લઈ લીધા હતા.ત્યાર બાદ ઘણો લાંબો સમય વીતવા છતાં કોઈ ઈન્વેસ્ટમેન્ટ માંથી શું લાભ થયો? તે બાબતે કોઈ સમાચાર જીગર દીવાન એ આપેલ ન હતા તેથી ફરિયાદી રંજનબેન એ આપેલ પૈસા પરત માંગતા જીગર દીવાન દ્વારા ત્રણ અલગ અલગ ચેક આપે તેમાંથી પહેલો ચેક બેંકમાં રજુ કરતા તે પરત આવતા નોટિસ જીગર દીવાન ને આપતા તે મળી થોડો સમય રાહ જુઓ તેમ કહી હું પેમેન્ટ આપી દઈશ તેમ કહેલ પરંતુ નોટિસ પછી ફરિયાદનો સમય પૂરો થયા પછી ઉઘરાણી કરતા જીગર દીવાનએ કહેલું કે હવે મુદત પુરી થઇ ગઈ છે હવે હું પૈસા આપવાનો નથી તેથી બાકીં બે ચેકો બેંક માં ફરિયાદી રંજનબેન એ રજુ કરેલ હતા.જે પરત આવેલ આથી તેઓએ તેમના વકીલ મહેન્દ્ર કંસારા મારફતે આરોપી જીગર દીવાનને નોટિસ આપેલ.તે નોટિસ આરોપી જીગર દીવાન ને મળવા છતાં નોટિસનો અમલ ન કરતા અને જવાબ પણ આપેલ ન હતો.
આથી ફરિયાદી રંજનબેન એ તેમના વકીલ મારફતે ભરૂચ ફોઝદારી કોર્ટ માં નેગો.ઈ.એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરાવેલ જેની સુનાવણી થઇ ભરૂચ ના ચોથા એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટે વી.વી.શુક્લની કોર્ટમાં ચાલી જતા આરોપી જીગર દીવાન ને ચેક પરત ફરવાના કેસ માં છ માસની સજા અને રૂપિયા ૪,૫૦,૦૦૦ વળતર સ્વરૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે અને વળતર ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.આ કેસ માં ફરિયાદી તરફે ભરૂચના વકીલ મહેન્દ્ર કંસારાએ હાજર રહી દલીલો કરી હતી.આથી આરોપી આલમમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.




