– નાંદોદ તાલુકામાં ચાર ઈંચ,ગરુડેશ્વર તાલુકામાં ૩.૫ ઈંચ,તિલકવાડા તાલુકામાં ૨.૫ ઈંચ,સાગબારા તાલુકામાં એક ઈંચ અને ડેડીયાપાડા તાલુકામાં ૧.૫ ઈંચ વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે
– રાજપીપલા સહીત ભદામ, ભચરવાડા, ધાનપોર,હજર રપરા,ધમણાછા ગામોને એલર્ટ કરાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લામાં મુસળધાર ભારે વરસાદથી પાંચેય તાલુકા જળબંબાકાર થઈ ગયા છે.જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં ચાર ઈંચ,ગરુડેશ્વર તાલુકામાં ૩.૫ ઈંચ,તિલકવાડા તાલુકામાં ૨.૫ મી.મી,સાગબારા તાલુકામાં એક ઈંચ અને ડેડીયાપાડા તાલુકામાં ૧.૫ ઈંચ વરસાદ ઝીંકાયો છે.નર્મદા જિલ્લામાં ૨૪ કલાક સરેરાશ અઢી ઈંચ વરસાદ ઝીંકાયો છે જેને કારણે નર્મદા જિલ્લાંમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજપીપળામાં ૨૪ કલાકમાં ચાર ઈંચ વરસાદ તૂટી પડતા રાજપીપળાના તમામ રાજમાર્ગો નદી પટમાં ફેરવાઈ ગયા છે.ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે,ખેતરોમાં પાણી ભરાયા છે,રાહદારીઓને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.
ખાસ કરીને કરજણ નદીમાં ૧૩ હજાર ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને કારણે કાંઠા વિસ્તારના ૬ ગામો રાજપીપલા સહીત ભદામ, ભચરવાડા,ધાનપોર,હજર રપરા, ધમણાછાગામોને એલર્ટ કરાયા છે.જોકે હાલ વરસાદે ખામૈયાં કરતાં લોકોમાં રાહત ની લાગણી જન્મી છે.આજે કરજણ નદીમાં પાણી છોડાતા બે કાંઠે વહેતી કરજણ નદીને અડધો પુલ ડૂબી જતા પાણી જોવા લોક ટોળાં ઉમટ્યા હતા.જોકે હાલ વરસાદે ખમૈયા કરતાં લોકોએ રાહતનો દમ લીધો છે.




