– વનપાલ દ્વારા વૃક્ષારોપણ કરી વય નિવૃત્તિને યાદગાર બનાવાઈ
આમોદ,
આમોદ ખાતે વનપાલ તરીકે ફરજ બજાવતા જશુભાઇ પરમાર વય નિવૃત થતા ગત રોજ સાંજના સમયે તેમનો આમોદ વન વિભાગની કચેરી ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.આમોદના વનપાલ જશુભાઈ પરમારે ૩૫ વર્ષની નોકરી દરમિયાન દેડિયાપાડા,પીપલોદ, નર્મદા નિગમ પર્યાવરણ શાખા,વાલિયા, જંબુસર તેમજ આમોદ ખાતે કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી.તેમના વિદાય સમારંભ વખતે આમોદ,જંબુસર તેમજ વાગરા રેન્જ કચેરીનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રસંગે આમોદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તેમનું શ્રીફળ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને મોઢું મીઠું કરાવી સ્મૃતિ ભેટ આપી હતી.તેમજ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું.તેમજ કેક કાપી જશુભાઈ પરમારની વિદાયને યાદગાર બનાવવા બનાવવામાં આવી હતી.વનપાલ જશુભાઈ પરમારના વિદાય સમારંભ વખતે તેમના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આમોદ ખાતે સાડા ત્રણ વર્ષની સર્વિસ દરમ્યાન તેમણે કરેલી ફરજ નિષ્ઠાની આમોદના સ્ટાફે સરાહના કરતા જ આંખમાંથી હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા.વય નિવૃત્ત થયેલા વનપાલ દ્વારા આમોદ રેન્જ કચેરીના સ્ટાફ મિત્રો સાથે વૃક્ષારોપણ કરી વય નિવૃત્તિને યાદગાર બનાવી હતી.




