ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર વરસાદ હોય તો કિચડ અને વરસાદના હોય તો ધુળનું સામ્રાજ્ય

SHARE:

– અનહદ ઊડતી ધૂળના કારણે વાહનચાલકો તથા સ્થાનિકોના સ્વાસ્થ્યને ખતરો ઊભો થયો છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

 દેશના વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગનું કામ ૨૦૧૬ માં અંકલેશ્વર થી ઝઘડિયા,ઝઘડીયા થી તવડી અને તવડી થી રાજપીપળા સુધીનો શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગના ફેઝનું કામ આજે પણ અધૂરું છે.જ્યારથી આ ધોરીમાર્ગનું કામ શરૂ કરવામાં આવી હતી ત્યારથી ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહયુ છે.ચોમાસા દરમ્યાન આ માર્ગ એટલી હદે બિસ્માર બને છે કે ઓવરલોડ ચાલતા વાહનોના કારણે નાના વાહન ચાલકો તેની પર ચાલી શકે તેમ નથી અને ના છૂટકે તેઓએ રોંગ સાઈડ માર્ગ અપનાવો પડે છે, ચોમાસા દરમિયાન પડેલા ખાડાનું રીપેરીંગ કામ ચાલુ વરસાદે કરવામાં આવે છે અને જ્યારે કામ પૂર્ણ થાય અને વરસાદ ના હોય ત્યારે એના પરથી ચાલતા ઓવર સ્પીડ વાહનોના કારણે એટલી હદે ધુળ ઊડે છે કે ઝીરો વિઝિબિલિટી જેવું વાતાવરણ ઉડતી ધુળ ના કારણે થઈ જાય છે, આ ધોરીમાર્ગની મરામત દરમ્યાન વપરાયેલ ખનીજથી ખૂબ મોટું નુકસાન નાના મોટા વાહન ચાલકોના સ્વાસ્થ્યને થઈ રહ્યું છે.આ સમસ્યા માત્ર ઝઘડિયા પૂરતી સીમિત નથી પરંતુ ઉમલ્લા થી રાજપારડી ઝઘડિયા થઈ મોટા સાંજા ફાટક સુધીના માર્ગ પર આ સમસ્યા જોવા મળે છે, વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાને જોડતા અંકલેશ્વર થી રાજપીપળા સુધીના ધોરીમાર્ગની કામગીરીમાં વર્ષો વીતી ગયા છતાં અંકલેશ્વર અને ઝઘડિયા ફેઝ ધોળીમાર્ગ પર કોઈ નક્કર કામગીરી નજરે પડતી નથી,ધોરીમાર્ગ પર પડેલા ખાડાઓમાં મેટલ અને ક્વોરીસ્પોઈલ પાથરી દેવાતા વરસાદ હોય ત્યારે કિચડનુ સામ્રાજ્ય અને વરસાદની ગેરહાજરીમાં ખૂબ મોટાપાયે ધુળીયુ વાતાવરણ બની જતું હોય છે.તાલુકા ભરમાં ધોરીમાર્ગથી સ્થાનિક ચાર રસ્તાના લોકો તથા નાના વાહનચાલકો ઉડતી ધુળથી હેરાન થઈ રહ્યા છે,ધોરીમાર્ગ પર અને ચાર રસ્તા પર આવેલ નાની મોટી હોટલો તેમજ ખાણીપીણીના સ્ટોલો પર ધૂળના કારણે સીધી અસર હોટલ પર ખાનારા ના સ્વાસ્થ્ય પર પડી રહી છે.એક તરફના માર્ગ પર એટલી મોટી પાયે ધુળ ઉડતી હોય છે કે તેની અસર બીજા ટ્રેક પર પણ પડે છે અને આવતા જતા તમામ વાહન ચાલકો તેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ ધોરી માર્ગ પર ભરૂચના સાંસદ, ધારાસભ્ય,જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ શાસક પક્ષ અને વિપક્ષ સંગઠનના પ્રમુખો પણ રોજિંદા આવવાની જાવન કરે છે.પરંતુ તેમના દ્વારા પણ છેલ્લા એક દસકા જેટલા સમયથી ઉપસ્થિત થયેલી બત્તર રોડ તેમજ ઉડતી ધૂળની સમસ્યા નો કોઈ યોગ્ય નિરાકરણ લાવવાની ઈચ્છા શક્તિ દર્શાવતા નથી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!