ભરૂચ,
ભરૂચ આમોદ નગરપાલિકામાં ૨૦૧૫ થી ૨૦૨૦ ના ૫ વર્ષના સમયગાળામાં ૧૪ મા નાણાપંચની ગ્રાંટમાંથી થયેલાં વિકાસકામોમાં ગોબાચારી આચરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.આ બાબતે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ ૬ પૂર્વ પ્રમુખ અને ૭ પૂર્વ ચીફ ઓફિસરને નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં નાણાપંચની ગ્રાન્ટ માંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસકામો કરવાના બદલે ગ્રાંટને અન્ય કામોમાં વાપરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હાલના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે.૨૦૧૫ થી ૨૦૨૦ ના સમયગાળા દરમ્યાન પાલિકાને ૧૪ મા નાણા પંચની અંદાજે ૧૦ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.
અધિકારીઓ અને પદાધિકારીઓએ આ ગ્રાંટને આડેધડ વાપરી નાંખી છે.૫ વર્ષ દરમ્યાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત ૪૨ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.આ અંગે મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે તમામ લોકોને ૭ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે ત્યાર બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is