– નર્મદા ડેમ 89.10 % ભરાયો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ માંથી 2,21,480 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સે.મી ખોલાતા નર્મદા બે કાંઠે વહેતી થઈ છે.હાલ ડેમમાં પાણીની આવક 1,18,468 ક્યુસેક નોંધાઈ છે.જયારે નર્મદા નદીમાં પાણીની જાવક 95,111 ક્યુસેક નોંધાઈ છે.તો કેનાલમાં પાણીની જાવક 23021.00 ક્યુસેક નોંધાઈ છે.નર્મદા ડેમની હાલની સપાટી 135.38 મીટરે પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ડેમ ઓવરફ્લો થવામાં 3.3 મીટર બાકીછે.ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 8428.80 MCM મિલિયમ ઘન મીટર છે.નર્મદા ડેમ 89.10 % ભરાયો છે.આગામી 24 કલાકમાં સરદાર સરોવરમાં પાણીની સપાટીમાં વધારો નોંધાશે.




