જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રથમ સત્રની શિક્ષક તાલીમ યોજાઈ

SHARE:

જંબુસર,

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ધોરણ ત્રણ થી આઠની શિક્ષક આવૃત્તિ આધારિત પ્રથમ સત્રની શિક્ષક તાલીમ 18-8-2025 થી 29-9-2025 સુધી કુલ ત્રણ તબક્કામાં યોજવાનુ આયોજન જંબુસર બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યું છે.

જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા શિક્ષણ પ્રણાલીને સમર્થન મળે તેમજ શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યક પણે શિક્ષક જ હોવો જોઈએ તેવું સૂચન કરેલ છે.શિક્ષણના પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનનીય અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃસ્થાપિત કરવા મદદ મળે તેવું આયોજન કરવું જરૂરી છે.શિક્ષક જ આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે શાળાના વર્ગખંડ, વ્યવહારમાં ગુણવત્તા લાવવા સેવાકાલીન તાલીમ કાર્યક્રમો સુદ્રઢ અને અસરકારક બનાવવા શિક્ષકોની સજ્જતા વધારવા પેડાગોજીકલ તાલીમનું આયોજન જંબુસર બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું છે.તારીખ 18-8-2025 થી 29-9-2025 સુધી આ તાલીમ યોજાશે જે અંતર્ગત બીજા તબક્કાની વિજ્ઞાન વિષયક તાલીમ યોજાઈ હતી.જેમાં જંબુસર તાલુકા લાયઝન અધિકારી ડોક્ટર જતીન મોદી, બીઆરસી અશ્વિન પઢીયાર, તજજ્ઞ મિત્રો સહિત શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!