અંકલેશ્વર નગરપાલિકાની કાર્યવાહી : જાહેર રસ્તા ઉપર રખડતા ૧૮ ઢોરને પકડવામાં આવ્યા

SHARE:

અંકલેશ્વર,

અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં બપોર બાદ ૧૮ જેટલા ઢોર ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તે માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી અને ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઈન્સ્પેક્ટરશ્રી રઘુવીરસિંહ મહીડાની હાજરીમાં સેનીટેશન ખાતાના બે સુપરવાઈઝર અને ન.પા. મજૂરો તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રહીને ભેંસ ૦૫ મી,નાના પાડા/પાડી ૦૩ તેમજ ગાય ૦૩  અને વાછરડા/વાછરડી  ૦૫ એમ કુલ રખડતા ૧૮ ઢોરને પકડીને મોદી નગર પાસે આવેલ ઢોર ડબ્બામાં નીચેની વિગતે પૂરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવેલ છે કે તમારા પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં.જો આપેલ સૂચનાનુ પાલન કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!