રાજપીપલામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા ગણેશ વિસર્જનમાં વરસાદી વિઘ્ન : રંગમાં ભંગ પડ્યો

SHARE:

– ધોધમાર વરસતા વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યાં

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલામાં મોડી રાત્રીએ ધોધમાર વરસાદ તૂટી પડતા ગણેશ વિસર્જનમાં વરસાદી વિઘ્ન નડતા રંગમાં ભંગ પડ્યો હતો.ધોધમાર વરસતા વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યાં હતા જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

રાજપીપલા ધોધમાર વરસાદ મોડી સાંજે તૂટી પડતા ગણેશ પંડાલો સહીત નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ભક્તોની ભક્તિએ રંગ રાખ્યોહતો. ભારે વરસાદ ની ઐસી કી તૈસી ભક્તોએ કરી ભારે વરસાદમાં નાચ ગાન સાથે વિસર્જન યાત્રામાં જોડાઈ ગણેશજી પ્રત્યેની ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યા હતા.

મોડી રાત સુધી ધોધમાર વરસતા વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યા હતા.ગણેશ પ્રત્યેની ભક્તિએ રંગ રાખ્યો હતો.વરસતા વરસાદમાં પણ ભક્તોએ વિસર્જન યાત્રામાં જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!