best news portal development company in india

લ્યો કરો વાત! ડેડીયાપાડાના તાબદા ગામે સરકારી શાળાની હોસ્ટેલમાં બાળકો જાતે રસોઈ બનાવે છે?

SHARE:

સાંસદ મનસુખ વસાવાએ હોસ્ટેલની મુલાકાત લઈ ચોકી ઉઠ્યા? : મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર : કરોડોની ગ્રાન્ટ છતાં આદિવાસી શિક્ષણ સુવિધાના નામે મીંડું?!

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

હજી પણ આદિવાસી પછાત નર્મદા જિલ્લાને પછાત કહેવાય છે, કરોડોની ગ્રાન્ટ આદિવાસીના વિકાસ પાછળ ખર્ચાય છે.પણ હજી પણ આદિવાસીઓ અને આદિવાસીઓ માટે કરોડોના ખર્ચ પછી પણ છેવાડાના આદિવાસીઓ  સુધી વિકાસ હજી પહોચ્યો નથી. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ પૂરતી નથી, શિક્ષકો પૂરતા નથી,હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓની સ્થિતિ દયનિય છે.સરકારમાં બબ્બે આદિવાસી સાંસદ અને  આદિવાસી ધારાસભ્ય હોવા છતાં આદિવાસીઓ સુવિધાઓથી વંચિત રહે છે એ શરમજનક વાત તો કહેવાય.

બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓને આદિવાસીઓ ક્યારેક શિષ્યવૃતિ ના નામે, રોજગારી નામે,બસના પાસ માટે, નર્સીંગ કોલેજમાં એડમીશન અને અન્યાય માટે,, શિક્ષકો ના ઓરડા, ભોજન વ્યવસ્થા, શિક્ષકોની ભરતી માટે લડવું પડે છે.છતા પણ યોગ્ય પરિણામ નથી મળતું એ દુઃખદ કહેવાય.

હમણાં જયારે ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામે સરકારી માધ્યમિક શાળાની, હોસ્ટેલની મુલાકાત લીધીઅને સુવિધાઓના નામે વિદ્યાર્થીઓની દયનિય હાલત જોઈ ખુદ સાંસદ દ્રવી ઉઠ્યા અને મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષણ વિભાગની પોલ ખોલી અને શિક્ષણ વિભાગ સામે સવાલ ઉઠાવ્યા ત્યારે તો આ જાગૃતતા માટે સાંસદ મનસુખ વસાવાને પહેલા તો અભિનંદન જરૂર આપવા ઘટે.

આ પ્રકરણની વિગત જોતા સાંસદ મનસુખ વસાવા તા.૨૫/૦૧/૨૦૨૫ ના રોજ ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામે સરકારી માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સ્કૂલ કેમ્પસ તથા હોસ્ટેલ કેમ્પસની હાલત ખુબ જ દયનીય જોવા મળી,હોસ્ટેલનું મકાન ખુબ જ જર્જરીત હાલતમાં છે.હોસ્ટેલ બિલ્ડિંગ ૨૦૦૪ માં બનેલું છે જે હાલ જર્જરિત હાલતમાં છે. પાણી માટે બોરમાં વધુ પાણી આવતું ન હોવાથી ઉનાળામાં ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે. સવાર સાંજ નું ભોજન તથા બપોરનો નાસ્તો મળે છે પરંતુ શાકભાજી એક પણ ટાઈમ મળતું નથી.

રસોઈ ઘરની તથા સ્ટોરરૂમની હાલત પણ સારી નથી. હોસ્ટેલ અને શાળાની આસપાસ ખુબ જ મોટા પાયે ઘાસ તથા ઝાડો જોવા મળ્યા,પાણીનો બોર છે પરંતુ પુરતા પ્રમાણમાં પાણી આવતુ નથી તથા ઉનાળામાં સુકાઈ જાય છે.વિષયવાર પુરતા શિક્ષકોનો સ્ટાફ નથી. હોસ્ટેલમાં ગૃહપતિ નથી. વોચમેન વિધાર્થીઓની સંભાળ રાખે છે. સફાઇ અને પાણીની કામદાર બહેન છે.તે તથા શાળાના વિધાર્થીઓ જમવાની રસોઈ બનાવે છે.ભોજન બનાવવા માટે રસોઈયો નથી.હોસ્ટેલના બાળકોનેસવાર – સાંજ કઠોળ તથા દાળ-ભાત, રોટલી/રોટલા આપવામાં આવે છે.!પણ શાકભાજી એક ટાઇમ પણ આપવામાં આવતા નથી.?!આવા પ્રકારની આદિવાસી બાળકોની સ્થિતિ છે. તો ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની માંગણી છે કે, હોસ્ટેલમાં પુરતા વિષયવાર શિક્ષકો હોવા જોઇએ, ક્લાર્ક/ગૃહપતિ હોવા જોઇએ જમવા માટેના ભોજન બનાવવા માટે અનુભવી રસોઈયાની ભરતી કરવી જોઇએ, નિયમ પ્રમાણે મેનુ બનાવી શાક્ભાજી આપવા જોઈએ તેમજ શાળા અને હોસ્ટેલની બિલ્ડીંગની સ્વચ્છતા માટે અલગથી કામદારની ભરતી કરવી જરૂરી છે.

આ સ્થિતિ નર્મદા જીલ્લા તથા ભરૂચ જીલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓમાં પણ જોવા મળી છે.

સાગબારા તાલુકાના કોલવણ ગામે માધ્યમિક શાળાની પણ આવી સ્થિતિ છે.તો તમામ માધ્યમિક શાળા તથા હોસ્ટેલોમાં વિષયવાર પુરતા શિક્ષકોના સ્ટાફની ભરતી કરવી તથા હોસ્ટેલ શાળાના જર્જરીત થઈ ગયેલ મકાનની મરામત અન્યથા નવા બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવે એવી લેખિત રજુઆત સાંસદે શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરને લેખિત રજૂઆત કરી છે.હવે એ જોવું રહ્યું કે સરકાર આમા કેવા પગલાં ભરે છે?

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!