મહાપ્રબંધક પશ્ચિમ રેલ્વેએ વડોદરા મંડળના બે કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા

SHARE:

વડોદરા,

રેલ્વેના સંચાલનમાં સંરક્ષા સર્વોપરી છે અને તેને સુનિશ્ચિત કરવા માટે દરેક કર્મચારીની સજાગતા અને સતર્કતા અગત્યની ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ વડોદરા મંડળના બે રેલ્વે કર્મચારીઓને તેમના ઉત્તમ કાર્ય માટે સુરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા.આ પુરસ્કારો જૂન અને જુલાઈ 2025 દરમ્યાન ડ્યૂટી પર રહેલી સતર્કતા અને સંભવિત અકસ્માતોને સમયસર ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા હતા.પુરસ્કાર પ્રાપ્ત કરનાર કર્મચારી (1) ગોપાલ મીના, પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના ‘વડોદરા’ ખાતે સહાયક/દૂરસંચાર તરીકે કાર્યરત છે. તા. 25 જૂન 2025ના રોજ, બીજી (ઈન્ટર) પાળી દરમિયાન ફરજ પર રહેતા, તેઓ એક ટેલિફોન ખામી સુધારવા માટે અનાઉન્સર રૂમમાં ગયા હતા.કાર્ય પૂર્ણ કરી પરત ફરતા સમયે, તેમણે જોયું કે ટ્રેન નંબર 16533 ભગત કી કોઠી – બેંગલુરુ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી ધીમે ધીમે રવાના થઈ રહી હતી.એ સમયે એક મુસાફર જે પ્લેટફોર્મ પર આવેલી ખાવા-પીવાની દુકાન માંથી સામાન લઈ દોડતો આવી રહ્યો હતો, તેણે ચાલતી ટ્રેનના 5-2 કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો.કોચમાં ચઢતા સમયે તેનું સંતુલન બગડી ગયું અને તે પ્લેટફોર્મ પરથી નીચે પડી જવાની સ્થિતિમાં આવી ગયો.ત્યારે મીનાએ તત્કાળ ઝડપી અને સમજદારીપૂર્વક પગલું ભરી, મુસાફરને પકડીને ખેંચી લીધો અને ચાલતી ટ્રેનથી સલામત અંતરે રાખ્યો, જેના કારણે મુસાફરની જાન બચી ગઈ હતી.કારણ કે મુસાફરનો સામાન ટ્રેનમાં હતો, તેથી તેણે ફરી ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ મીનાએ તેને રોકી સમજાવ્યો અને સુરક્ષિત રહેવાની સલાહ આપી.

તેમની આ ઝડપી પ્રતિક્રિયા,બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાના કારણે એક અમૂલ્ય જીવનની રક્ષા સંભવ થઈ શકી હતી.જયારે બીજા (2) અર્જુન વસાવા ‘નબીપુર’ ખાતે ગેટમેન તરીકે કાર્યરત છે.તા. 23.07.2025ના રોજ અર્જુન વસાવા સવારે 07:00 થી બપોરે 15:00 વાગ્યા સુધીની ફરજમાં LC નંબર 187 પર ગેટમેન તરીકે ડ્યુટી બજાવી રહ્યા હતા.તે સમયે તેમણે ટ્રેન નંબર BCNE/ADI 65037ની વેગન (લોકો થી 30મી વેગન) માં બ્રેક બાઈન્ડિંગ જોઈ તેમણે તરત જ ટ્રેન મેનેજરને લાલ સંકેત આપ્યો અને નબીપુર સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને બ્રેક બાઈન્ડિંગની સ્થિતિ અને ટ્રેન મેનેજરને આપવામાં આવેલ લાલ સંકેત વિશે જાણ કરી હતી.પરિણામે ટ્રેનને નબીપુર યાર્ડમાં રોકવામાં આવી.બ્રેક બાઈન્ડિંગની સ્થિતિની તપાસ સહાયક લોકો પાયલટ દ્વારા કરવામાં આવી અને તેને “રિલીઝ અને આઈસોલેશન” પદ્ધતિથી સુધારવામાં આવી હતી.સુરક્ષા સુનિશ્ચિત થયા બાદ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી.

તેમની અસાધારણ સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી એક સંભવિત ગંભીર અકસ્માતને ટાળી શકાયો અને રેલ્વે સંપત્તિને ભારે નુકસાનથી બચાવી શકાયું.

મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ પુરસ્કાર મેળવનાર કર્મચારીઓની સજાગતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ તમામ કર્મચારીઓ પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત રહીને અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.આ કર્મચારીઓએ બ્રેક બાઈન્ડિંગ, માનવજીવનની રક્ષા જેવા વિવિધ સુરક્ષા ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપી ટ્રેનોનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા પોતાના અદમ્ય ઉત્સાહ અને પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે.

પશ્ચિમ રેલ્વેને આવા કર્મચારીઓ પર ગૌરવ છે, જે વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ અને સમજદારી સાથે કાર્ય કરે છે અને રેલ સંચાલનની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.આ સન્માન માત્ર તેમના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા નથી,પરંતુ પશ્ચિમ રેલવેની તે સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ છે,જયાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!