ઉપરવાસમાં ભારે વરસાદ થતા કરજણ ડેમના પુન: 3 ગેટ ખોલાયા : કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા

SHARE:

– 3 ગેટ માંથી 28934 ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે

– કરજણ ડેમ 78.37 ટકા ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભરૂચ – નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં  ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે.ડેમમાં પાણીની આવક હાલ 28934 ક્યુસેક થઈ રહી છે.

કરજણ ડેમની જળસપાટી 111.7 મીટર પર પહોંચી છે.જ્યારે ડેમનું રૂલ લેવલ 110.01 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 28934 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે.હાલ કરજણ જળાશય માં 398.20 MCM (મિલિયન ઘન મીટર) લાઈવ જથ્થો સંગ્રહિત છે.ગ્રોસ સ્ટોરેજ 420.44 (મિલિયન ઘન મીટર) છે.હાલ કરજણ ડેમ 78.37 ટકા જેટલો ભરાઈ ગયો છે.તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે.ઉપરવાસ માંથી 26472 ક્યુસેક ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. આમ.જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે.હાલ કરજણ ડેમના 2,5 અને 7 નંબરના 2 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે.જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોઈ કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!