best news portal development company in india

નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ નર્મદા તટે ગ્રામજનો અને ભક્તો દ્વારા ૧૫૦૦ ફૂટ લાંબી સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરાશે

SHARE:

– નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવશે જેમાં એક મોટી નાવડી અને ૧૦ હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જવામાં જોડાશે
(જ્યોતિવ જગતાપ,રાજપીપલા)
જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા, નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ મા નર્મદા જયંતીએ નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે.૪ જાન્યુઆરીથી નર્મદા જયંતિ હોવાથી નર્મદામા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વકનર્મદા જયંતિ ઉજવાશે.નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ મહત્વ છે.
નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા ૧૫૦૦ ફૂટ લાંબી સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્ર્મ યોજ્યો છે.જેના હજારો ભક્તો ૧૫૦૦ ફૂટ લાંબી સાડી(ચૂંદડી) હાથમા પકડી નાવડીઓ દ્વારા એને સામે કિનારા સુધી લઇ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરશે.નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવશે.જેમાં એક મોટી નાવડી અને ૧૦ હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જવામાં જોડાશે.એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યાપૂજન, સાડી પૂજન બાદ આરતીપૂજન પણ થશે.સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવશે.
એક જ કલરની આખી સાડી ૧૫૦૦ ફૂટ લાંબીની ૧૦૦ જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવી છે.જેને મોટા રોલ સ્વરૂપે વિટાળવામાં આવશે.સૌ ભક્તોના સાથ સહકારથીઆ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.કાર્યક્રમ સામૂહિક છે.સવારે ૯ : ૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે અને ૧૦ કલાકે ચુંદડી (સાડી) અર્પણ કાર્યક્રમ કરવાનો કાર્યક્રમ યોજાશે જેમાં ૧૦૦ થી વધુ મહિલા મંડળની બહેનો તથા ૧૦૦૦ થી વધુ સમસ્ત માંગરોળના ગ્રામજનો જોડાશે.
નર્મદાજીનું પૂજન અર્ચન કરીનેસાડી સમર્પિત કરવામાં આવશે.ત્યાર બાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલ છે.માંગરોળ મંગલેશ્વર ઘાટપાસે આ કાર્યક્રમ રાખેલ છે જે આયોજન સમસ્ત ગામ વતીકરવામાં આવેલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!