ભરૂચ,
સરદાર સરોવરના ઉપરવાસમાં પડતા વરસાદમાં વધારો તથા ઓમકારેશ્વર બંધ માંથી છોડવામાં આવી રહેલ પાણીના વધારાના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થવાથી આજે તા.૪ સપ્ટેમ્બર ૨૦૨૫ રાત્રે ૮ કલાકે સરદાર સરોવર બંધનાં ૨૩ દરવાજા ૨.૫૦ મીટર ખુલ્લા રહેશે.જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૪,૦૦,૦૦૦ કયુસેક પાણી વહેશે.નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના- સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૪,૪૫,૦૦૦ (૪૫,૦૦૦+૪,૦૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે..આથી સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલા લેવા વિનંતી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે.સરદાર સરોવર બંધ માંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેલી છે.આથી ભરૂચ જિલ્લાના નાગરિકોને સલામતીના ભાગરૂપે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરવામાં આવે છે.તેમજ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે. હાલ જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ ઉપર ચાપતી નજર રાખી રહ્યું છે.




