ચૈતર વસાવાએ પોલીસ સ્વ ખર્ચે જાપ્તા માંથી મુક્તી માટેની હાઈકોર્ટમાં અરજી કરતા માન્ય રખાઈ

SHARE:

– ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં કે મીડિયાને સ્ટેટ મેન્ટ આપી શકશે નહીં એવા શરતી જામીન અપાયા

– વિધાનસભાના ચોમાસું સત્ર માટે રાજપીપળા કોર્ટે સ્વ ખર્ચે પોલીસ જાપ્તા સાથે 3 દિવસના પેરોલ પર  આપ્યાં હતા જામીન

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના

વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.છેલ્લા બે મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા ચૈતર વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે.પરંતુ હાઈકોર્ટ 3 દિવસ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલ માંથી બહાર રહી શકશે એવા સેશન્સ જજે શરતી જામીન આપ્યા હતા.ત્યારે ચૈતર વસાવાએ પોલીસ જાપ્તા માંથી પોતાના ખર્ચે નહીં આપે મુક્તી એવી અરજી પોતાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કર્યાના સમાચાર સામે આવ્યા છે.સેશન્સ જજના ઓર્ડરમાં મોડી ફિકેશન માટે ચૈતર વસાવાએ એમના વકીલ દ્વારા અરજી કરી છે.જેમાં સ્વ ખર્ચે પોલીસ જાપ્તાનો ખર્ચ 3 લાખ રૂપિયા થાય તેમ હોઈ તેમને આ સ્વ ખર્ચના પોલીસ જાપ્તા માંથી મુક્તી માંગી હતી.જેમની અરજી ધ્યાને લઈ જોકે હાઈકોર્ટે સ્વ ખર્ચના પોલીસ જાપ્તા માંથી મુક્તી આપી છે.

જોકે સામે સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે આગળ ચૈતર વસાવા દ્વારા કસ્ટડીમાં મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું અને સરકાર સામે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.જેને ધ્યાને લઈને ચૈતર વસાવા હવે નર્મદામાં જઈ શકશે નહીં અને મીડિયાને સ્ટેટમેન્ટ આપી શકશે નહીં એવી શરત સાથે શરતી જામીન હાઈકોર્ટ આપ્યા છે.

ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીના જણાવવ્યાં અનુસાર કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જેલ માંથી બહાર રહી શકશે.આ

સમયગાળા દરમ્યાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે.ત્યાર બાદ 10 સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે અને

આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ચૈતર વસાવા આશરે બે મહિના બાદ બાદ જેલ માંથી બહાર આવશે અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે.

ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવા માટે કરાયેલી અરજીને કોર્ટે ધ્યાને લીધી ચૈતર વસાવાની ધરપકડનું કારણ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે.આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે હજુ પેન્ડિંગ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!