– મોક્ષનાથ યુવક મંડળ દ્રારા ૬૦ વર્ષ કરતા વઘુ સમય થી ગણેશમહોત્સવનુ આયોજ કરવામાં આવી રહ્યુ છે
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભરૂચ જિલ્લામાં સહીત ઝઘડીયા તાલુકા માં ઠેરઠેર ગણેશોત્સવ દરમિયાન ગણપતિજી સ્થાપના કરીને શ્રધ્ધાળુઓ ગણેશ ભક્તિના રંગે રંગાઈને દસ દિવસનું આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા ગજાનનના પર્વની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે.ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પણ વિવિઘ યુવક મંડળ દ્રારા ગણેશ સ્થાપના કરવામાં આવી છે.ભાલોદ ગામે મોક્ષનાથ યુવક મંડળ દ્રારા છેલ્લા ૬૦ વર્ષ કરતા વઘુ સમય થી અખંડીત ગણેશ ઉત્સવ ઊજવી રહ્યા છે.આજરોજ ભાલોદ ગામે મોક્ષનાથ યુવક મંડળ દ્રારા રાત્રી સમયે અન્નકુટ ઉત્સવની ઊજવણી કરવામા આવી હતી.જેમા વિઘ્નહર્તા દેવ એવા ગણેશજીને વિવિઘ પ્રકારની અવનવી વાનગીઓ પ્રસાદ શ્રીજીને ઘરાવામાં અવ્યો હતો.જેમાં વિવિઘ મિષ્ટાન ફરસાન સહીતની તમામ ચિજવસ્તુઓ ઘરાવામાં આવી હતી.ત્યાર બાદ સમૂહમાં મહાઆરતી યોજાય હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતી સાથે અન્નકુટના દર્શનો લાભ લીઘો હતો.




