ભરૂચમાં આનંદ ચૌદસે ૩૫૦૦થી વધુ પોલીસ કાફલો અને ૧૦૦ થી વધુ ભરૂચ નગરપાલિકાના લોકો ખડે પગે રહેશે

SHARE:

– ભરૂચમાં જે.બી મોદી પાર્ક,નર્મદા બંગલોઝ નજીક તથા વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઉભા કરાયા

– ત્રણ જળકુંડ ઉપર ૫-૫ તરવૈયા અને એક કુંડ ઉપર ૩૦ થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહી ગણેશ વિસર્જન કરાવશે

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી બાદ શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં છે અને શનિવારે આનંદ ચૌદસ હોવાના પગલે ઠેર – ઠેર ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા વાજતે ગાજતે નીકળનાર છે.શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તેના જ રહેશે અને સાડા 3 હજારથી વધુ પોલીસ કાફલો જિલ્લામાં ફરજ ઉપર રહેનાર છે.શાંતિપૂર્ણ માહોલમાં જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવી તમામ તૈયારીઓ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં વધતા જળના કારણે કાંઠા વિસ્તાર ઉપર લોકોની અવરજવર ઉપર રોક લગાવવામાં આવી છે.ભરૂચમાં શ્રીજી નું વિસર્જન જળકુંડમાં કરવામાં આવે તેવી તૈયારી ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.જેમાં એક ઝાળકુંડ જે.બી મોદી પાર્ક નજીક એક જળકુંડ નર્મદા બંગ્લોઝ સોસાયટી નજીક તેમજ અન્ય એક ઝાડેશ્વર વિસ્તારમાં વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઊભું કરવામાં આવ્યું છે અને આ જળકુંડ ઉપર ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ૫-૫ તરવૈયા તેમજ એક જળકુંડ ઉપર ૩૦ કર્મચારીઓ ફરજ ઉપર રહેશે આમ ભરૂચ નગરપાલિકાનો ૧૦૦ થી વધુ કર્મચારીઓનો કાફલો શ્રીજી મહોત્સવમાં શ્રીજી વિસર્જનમાં ખડે પગે રહી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાવવા માટે તૈયાર થઈ ગયા છે.

ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ શાંતિપૂર્ણ મહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.જેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ શ્રીજી વિસર્જન ની સવારથી જ પોલીસ કાફલો ફરજ ઉપર રહેશે જેમાં ૬ ડિવાયએસપી, ૪૩ પીઆઈ, ૬૩ પીએસઆઈ, ૧૨૦૦ પોલીસકર્મીઓ, ૨ એસઆરપી કંપની, ૬૫૦ હોમગાર્ડ જવાન, ૧૫૮૦ જીઆઈડી જવાનો ફરજ ઉપર રહી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભરૂચ જિલ્લાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીને વિસર્જન યાત્રા સાથે વિદાય આપે તે માટે સંપૂર્ણ પોલીસ તંત્ર પણ ખડે પગે ફરજ નિભાવનાર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!