best news portal development company in india

કબીર અને સેવડ ગામ વચ્ચેના રોડ ઉપર ટ્રક ચાલકે મોટર સાયકલ ચાલકને સામેથી ટક્કર મારતા મોટર સાયકલ ચાલકનુ મોત

SHARE:

– કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઈડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના કબીરગામમા ટેકરી ફળીયા વિસ્તારમા રહેતા બાબુભાઈ કાનજીભાઈ વસાવા ઉ.વ.૫૨ કે જેઓનો પુત્ર હરીસીંગભાઈ બાબુભાઈ વસાવા ઉ.વ.આશરે ૨૫ છેલ્લા ત્રણ વર્ષથી ઝધડીયા જીઆઇડીસીમાં આવેલ રાહુલ ફોરોમેટ એન્ડ ઈન્ગ પાઇવેટ લી.કંપનીમા નોકરી કરતો હતો.જે તા.૧૧ ના રોજ સેકન્ડ સીફટમા નોકરીએ જવાનુ હોવાથી પોતાની મોટર સાયકલ નંબર જીજે ૧૬ બીએમ ૨૩૩૬ લઈને બોપરના સમયે નિકળેલ હતો, જે પોતે સેકન્ડ સીફટની નોકરી પતાવી રાત્રિના પરત મોટર સાયકલ લઈને વાલીયા તરફથી આવી રહ્યો હતો.જે ડહેલી – ચાસવડ રોડ પર થી પસાર થઈ રહ્યો હતો.ત્યારે રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમ્યાન કબીરગામ તરફથી એક ટ્રક વાલીયા તરફ જઈ રહેલ જેનો નંબર જીજે ૦૫ વી ૦૦૩૯ ના ચાલકે ગફલત ભરી રીતે ટ્રક હંકારી લાવતા કબીરગામ અને સેવડ વચ્ચે ના રોડ પર હરીસીંગભાઈ ને મોટર સાયકલને સામેથી ટક્કર મારતા તેઓ રોડપર પટકાતા જમણા પગના ધુટણના ભાગે તથા જાંધના ભાગે તથા પંજાના ભાગે તથા ડાબા પગે ધુટણના ભાગે તથા કપાળના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા ધટના સ્થળે એકત્ર થયેલ કબીરગામના તેમજ અન્ય લોકોએ ૧૦૮ સેવા બોલાવી તાત્કાલિક વાલીયા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કરેલ બીજી તરફ અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો.લાશનુ પીએમ તા ૧૨ના રોજ થયા બાદ હરીસીંગભાઈ ની લાશને કબીરગામ ખાતે લાવી અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.સદર બનાવ બનતા કબીરગામ પંથકમા ધેરાશોકની લાગણી ફરીવળી હતી.

અકસ્માતને લઈને મરણ જનારના પિતા બાબુભાઈ કાનજીભાઈ વસાવાએ વાલીયા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા સ્થળ તપાસ કરી વાલીયા પોલીસે મોટર વ્હીકલ એકટની કલમો લગાવી ગુના નોંધી વધુ તપાસ પીએસઆઈ ફેમીદા મોહમદ હનીફ પટેલનાઓ ચલાવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!