ભરૂચના જંબુસર બાયપાસથી કંથારીયા સુધીના માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન

SHARE:

– ભરૂચમાં તંત્રની કડક કાર્યવાહી : ગેરકાયદેસર દબાણો દૂર કરાયા : માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો

– ભરૂચ જંબુસરને જોડતા આ માર્ગ પરથી વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં જતા વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે

ભરૂચ,

ભરૂચ શહેર અને જીલ્લામાં વધતા જતા ટ્રાફિકને લઈને તંત્રએ કડક વલણ અપનાવી બિનઅધિકૃત બાંધકામ અને ગેરકાયદેસર ઉભા રખાતા લારી ગલ્લાઓને દૂર કરવા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ લોકોની રોજી રોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.ભરૂચ શહેર અને જીલ્લામાં હાલ ચોમાસાને લઈને માર્ગોની હાલત ખરાબ છે.જેના કારણે વાહનોની ગતિ ધીમી થવા સાથે અકસ્માત નો ભય પણ સતાવી રહ્યો છે.તો મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર લારી ગલ્લા ઉભા કરવા સાથે બિનઅધિકૃત બાંધકામને દૂર કરવા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધીના માર્ગ પર ઉભા કરવામાં આવેલ બિનઅધિકૃત દબાણો તંત્ર દ્વારા દૂર કરવા છેલ્લા ઘણા સમયથી ખાલી કરવા નોટિસ આપવામાં આવતા દુકાનદારોએ કોર્ટમાં કેસ કર્યો હતો જેનું હયરિંગ હાલ પેન્ડિંગ હોય પરંતુ તંત્ર દ્વારા શુક્રવારના રોજ આખરી નોટિસ આપી સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવી હતી.જે બાદ તંત્ર સોમવારની સવારથી પોલીસ કાફલા સાથે ૧૦ જેટલા જેસીબી સાથે પહોંચી એસડીએમ મનીષા માનાણી,મામલતદાર માધવી મિસ્ત્રી સહિત નેશનલ હાઈવે, બૌડા સહિતની ટીમો ઘટના સ્થળે માર્ગથી ૧૦ મીટર સુધીના માર્જિંગમાં આવતા ૪૦ થી વધુ દુકાનોને તંત્રના બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.તો બીજી બાજુ દુકાનદારોએ આક્ષેપ કર્યા હતા કે જમીન અમારી હોવા છતાં તંત્ર ખાલી કરાવી રહ્યું છે.હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે અને હિયરિંગ બાકી હોય શુક્રવારે આખરી નોટિસ આપી બે દિવસમાં ખાલી કરવા કહેવામાં આવે છે.પરંતુ સોમવારે સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા અમારો સમાન હોય અમને મોટું નુકશાન વેઠવાનો વાળો આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જીલ્લામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા તંત્રએ કડક વલણ અપનાવી મુખ્ય માર્ગો પર બિનઅધિકૃત બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના કારણે માર્ગો ખુલ્લા થશે અને આવનાર સમયમાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવી ચર્ચા ચાલી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!