– સાયખા જીઆઈડીસીમાં આવેલ ઘણી બધી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના પરિમાણ ધોરણ GPCB દ્વારા નિર્ધારિત ધોરણો કરતા ઘણા વધારે હોવાનું જણાય આવ્યું હતું
ભરૂચ,
વાગરાની સાયખા જીઆઈડીસીમાં DP – 42 અને 43 મિલકત ધરાવતી ઈકોફાઈન કલરકેમ કંપની સહિત અન્ય બીજી ઘણી બધી કંપનીઓ એવી છે જે કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ વગર જ બારોબાર નિકાલ કરી દેવામાં આવે છે જે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન છે.આ માંથી એક કંપની જે ઈકોફાઈન કલરકેમ કંપની તરીકે નામ દાખલ છે જેનું ડ્રેનેજ જોડાણ જીઆઈડીસી ઓથોરિટી તરફથી કાપી નાંખવાનો આદેશ કરવામાં આવ્યો છે.તપાસ દરમ્યાન કંપની દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવેલ એફ્લુએન્ટ એ જીપીસીબી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા પેરામીટર્સ કરતા ઊંચા જણાઈ આવતા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અનેક કંપનીઓ દ્વારા ઉદ્યોગ વપરાશમાં લેવામાં આવેલું કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ વગર જ બારોબાર નિકાલ કરી દેવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી.જે સંદર્ભમાં જીઆઈડીસી ઓથોરીટી દ્વારા ઉપરોક્ત કંપની દ્વારા છોડવામાં આવતા ગંદા પાણી અંગે તપાસ કરવામાં આવી હતી.ગંદા પાણીના વિશ્લેષણ અહેવાલો જોતાં, કંપની દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના પરિમાણ ધોરણ, GPCB દ્વારા નિર્ધારિત ધોરણો કરતા ઘણા વધારે હોવાનું જણાય આવ્યું હતું.
આ સંદર્ભમાં કંપનીએ જીઆઈડીસી કચેરીને સ્પષ્ટીકરણ આપીને નમૂનાનું સંયુક્ત વિશ્લેષણ કરવાનો અનુરોધ કર્યો હતો.તે મુજબ કંપનીના પ્રતિનિધિની હાજરીમાં એફ્લુએન્ટના નમૂનાનું સંયુક્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.જેમાં ફરીથી માન્ય મર્યાદાથી વધુ પરિમાણ મળી આવ્યું હતું.તેથી SOP મુજબ,જીઆઈડીસી ઓથોરિટી કંપનીનું ડ્રેનેજ જોડાણ કાપી નાંખવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સરકારને આ વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ અને વધુ તપાસ બેસાડી આ સમસ્યા નું નિકાલ લાવવો જોઈએ નહિ તો આવનાર સમય માં આજુ બાજુના વિસ્તારમાં રહેતા લોકો માટે આ કેમિકલ પાણી જેહર સાબિત થાય તે કહેવું ખોટું નથી.અગાઉ પણ કેમિકલયુક્ત ગંદા પાણીના નિકાલ બાબતે બેદરકારી સામે આવતા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અહીં જીઆઈડીસીમાં છેલ્લા કેટલાંક વર્ષોથી વિવિધ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા પ્રદૂષિત,ગંદા પાણીના અયોગ્ય નિકાલ બાબતે અનેક ફરિયાદો થતી રહી છે. CETPની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતું હોવાથી પણ સમસ્યા સર્જાય છે.આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણી ભરાવાને કારણે જમીનો બિનઉપજાઉ બની રહી હોવાની સાથે પાકના નુકસાન તેમજ જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.







