આમોદ,
આમોદ ચામડીયા હાઈસ્કુલ ખાતે આજ રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આહવાન દ્વારા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો અને કર્મચારીએ ભાગ લીધો હતો.આમોદ ચામડીયા હાઈસ્કુલ ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઈલ્યાસ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા ગુજરાતભરમાં સવા લાખથી વધુ કર્મચારીઓ રકતદાન કેમ્પના મહાયજ્ઞમાં જોડાવાના છે.જેમાં આમોદ તાલુકાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ પણ રકતદાન કર્યું હતું.અને શિક્ષક સંઘ તરફથી ૩૮ કર્મચારીઓએ રકતદાન કર્યું હતું.જે લોહીનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે કરવામાં આવશે.શિક્ષક મિત્રોએ રકતદાન કરી ધન્યતા અનુભવી હતી.







