best news portal development company in india

ઝઘડિયા એસટી ડેપોના સંચાલક દ્ધારા સમયસર બસ નહીં મૂકતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી

SHARE:

– રોજિંદા નોકરી વ્યવસાય અભ્યાસ અર્થે જતા નાગરિકો રોષે ભરાયા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા એસટી ડેપો ના સંચાલકો ગામડાને છોડી શહેરોમાં એસ.ટી દોડાવવાની અને વધુ આવક રડવાની લાયમાં ગામડાઓની તેમજ ભરૂચ અંકલેશ્વરની લોકલ બસો નહીં દોડાવી ગંભીર બેદરકારી દાખવી રહ્યા જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો,વિદ્યાર્થીઓ, અને નોકરી-ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો છે.ઝઘડિયા ડેપો માંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે પરંતુ આ બસમાં આશરે સાઈટથી વધુ પેસેન્જર ભરી અંકલેશ્વરના ફેરા કરે છે.હેરાન થયેલા મુસાફરો જ્યારે સાંજે ઝઘડિયા ડેપોમાં ફોન કર છે તો સરખી રીતે જવાબ આપવા માં આવતો નથી તેવા આક્ષેપ રોજિંદા અપડાઉન કરતા મુસાફરો દ્વારા કરવામાં આવ્યા હતા.ઝઘડિયા ડેપોમાંથી ક્ષમતા કરતા વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે અને ઝઘડિયા ડેપોમાંથી બસ ફુલ થઈ જતા રસ્તા આવતા ઉપર અપડાઉન કરતા ગામડાના મુસાફરો અટવાઈ જાય છે.જેને લઈ વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરોએ નવી બસ મુકવા માટે રજૂઆત કરવામાં આવી છે.પરંતુ બસ ડેપોના સંચાલક દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી,વધુમાં મુસાફરો એ જણાવ્યું હતું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે.મુસાફરોને પડતી હાલાકી બાબતે સાંભળવા રાજી નથી તેવા આક્ષેપ કર્યો છે.અનિયમત બસ થી નોકરી એ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પોહચી શકતા નથી.મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉઠાવી છે.મુસાફરોની માંગ છે કે, એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે.આ બાબતે મામલો બિચકતા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળ પડ્યો હતો.આ ઉપરાંત ઝઘડિયા ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરો પણ અવારનવાર એસટી બસની હાલત બાબતે ફરિયાદો કરતા હોય છે ચોમાસામાં ગામડાઓમાં જતી બસના વાઈપર પણ ચાલતા ન હોવાના આક્ષેપો ડ્રાઈવરો દ્વારા કરવામાં આવ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!