(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાની આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને ફિક્સ પગાર કરવા બાબતે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું.
જંબુસર તાલુકાની 250 જેટલી આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનો દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચાર સાથે આવી પહોંચી જ્યાં પંચાયત પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે ઓનલાઈન કામગીરી આપેલી છે તેનો બહિષ્કાર કરવા અને ટેકોની કામગીરી ન કરવા માટે તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર કરવા તેમજ કાયમી કર્મચારી ગણવામાં અને કામના કલાકો નક્કી કરવામાં આવે તથા ૩૦ દિવસનો પગાર જે આપવામાં આવે જે મહિનાનું આપવામાં આવે બહેનોને સરકાર તરફથી મહેનતાણું ચૂકવવામાં આવે છે તે ટુકડે ટુકડે ચૂકવવામાં આવે છે. જેનાથી સામાજિક જીવન સારી રીતે પસાર થતું નથી તથા આ વેતન ખેત મજૂરો કરતાં પણ ઓછું આપવામાં આવે છે.તો એન્ડ્રોઈડ મોબાઈલ કેવી રીતે ખરીદી શકે, સરકારના પરિપત્ર મુજબ ઓનલાઇન પ્રક્રિયા માટે રૂલ્સ બહાર પાડવામાં આવેલ છે,તેનો સખત વાંધો છે આશા વર્કરોને ઓનલાઈન કામગીરીનો વધારાનો બોજ નાખવામાં આવેલ છે.ઓનલાઈન અંગેની કોઈ તાલીમ પણ આપવામાં આવેલ નથી તો કોમ્પ્યુટર અંગેની જે કાર્યવાહી હાલની જોગવાઈ મુજબ અમલમાં આવેલ છે તે બંધ કરવા ઓનલાઈન પ્રક્રિયા વિરુદ્ધ તમામ આશા વર્કર બહેનોનો વિરોધ છે.આ સહિત આ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સહિત આશા વર્કર બહેનોએ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પણ આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આશા વર્કર અને ફેસીલીટર બહેનો હાજર રહ્યા હતા.




