મુંબઇ : રામ ચરણ અને જાહ્નવી કપૂરની આગામી તેલુગુ ફિલ્મ ‘આરસી ૧૬’ના શૂટિંગનું પહેલુ શેડયુલ મૈસુરમાં પુરુ કરવામાં આવ્યું છે. હવે બીજા શેડયુલનું શૂટિંગ દિલ્હીમાં સંસદ ભવન અને જામા મસ્જિદમાં થવાનું છે.
દિલ્હીમાં ચોથી માર્ચથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સ્પોર્ટસ આધારિત વાર્તા છે. જોકે, ક્રિકેટ ઉપરાતં અન્ય રમતોની વાત પણ તેમાં આવરી લેવામાં આવી છે.આ ફિલ્મમાં કન્નડઅભિનેતા શિવ રાજકુમાર ટ્રેનરના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મની વાર્તા વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. આ ફિલમનું સંગીત એ આર રહેમાને આપ્યું છે.રામચરણની કિયારા સાથેની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ તાજેતરમાં બહુ ખરાબ રીતે ફલોપ ગઈ હતી. બીજી તરફ જાહ્નવીની કેરિયર પણ લાંબા સમયથી ડામાડોળ થઈ ગઈ છે. બોલીવૂડમાં ધારી સફળતા ન મળતાં તે વધુને વધુ સાઉથની ફિલ્મો કરી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is