નેત્રંગ પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 2.22 લાખના 11 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચની નેત્રંગ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.22 લાખની કિંમતના 11 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે નેત્રંગ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર. પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.પોલીસે રૂ.2.22 લાખની કિંમતના 11 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી જેના કારણે મૂળ માલિકો ના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!