ભરૂચ તાલુકાના એક ગામમાં પરીણિત યુવાન સાથે ભાગેલી એક સંતાનની માતાને પત્ની સાસુ સહિત ચારે ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ તાલુકામાં રહેતી અને એક સંતાનની માતા નેહાને તેમના ફળિયામાં જ રહેતા સુનિલ અશોક વસાવા સાથે બે વર્ષથી પ્રેમસંબંધ હતો.દરમ્યાનમાં ગત 16 મી સપ્ટેમ્બરે તે ભરૂચના તુલસીધામ ખાતેથી સુનિલની બાઈક પર બેસીને ઝઘડીયા તાલુકામાં આવેલાં સારસા ગામના મંદિરે જતા રહ્યા હતા. તેઓ મંદિરમાં જ સાથે રોકાયા હતા.દરમ્યાનમાં ૧૮મીએ સુનિલની પત્ની રેણુકાએ સુનિલને ફોન કરીને જણાવ્યું હતું કે તમે ઘરે પાછા આવી જાવ પપ્પાએ દવા પી લીધી છે. આપણે ત્રણેય સાથે મળીને રહીશું. જેથી તેઓ સારસાથી કવિઠા સુનિલાના ઘરે આવ્યાં હતાં.

સાંજના સાડાઆઠેક વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં બેઠા હતાં ત્યારે સુનિલની પત્ની રેણુકા તેમજ તેની માતાએ નેહા સાથે અપશબ્દો ઉચ્ચારી ઢીકાપાટુનો માર મારવા લાગી હતી.દરમ્યાનમાં બાજુમાં રહેતી જશોદાબેન તેમજ જ્યોતિબેને ત્યાં આવી તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતાં.તેમજ હવે પછી નું સુનિલ સાથે સંબંધ રાખશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ આપી હતી. ઘટનાને પગલે સુનિલે ૧૧૨ને ફોન કરતાં ટીમે સ્થળ પર પહોંચી મામલામાં તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.જોકે બાદમાં નેહાને મારમાર્યો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર લેવીપડી હતી.બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!